Abtak Media Google News

દિવસ પછીનો દિવસ

કોમર્શિયલ ડેટા સેન્ટરોનો વ્યાપાર ગત ૪ માસમાં ૮૦ થી ૧૦૦ ટકા વધ્યો : ડેટા સેન્ટરોનું મેઇન્ટેનન્સ અને તેની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી

હાલનાં સમયમાં સૌથી મહત્વપૂર્ણ એ વાત છે કે, જે ખુબ વધુ પ્રમાણમાં ડેટાનો સંગ્રહ થઈ રહ્યો છે તેને કેવી રીતે જાળવી શકાય અને સુરક્ષિત કેવી રીતે રાખી શકાય. જો આ કાર્ય કરવામાં ડેટા સેન્ટરો સફળતા પ્રાપ્ત કરે તો ઘણાખરા ઉદભવિત થતા પ્રશ્ર્નો હલ થઈ શકશે. ૨૧મી સદીમાં કહેવાય છે કે, ડેટા ઈઝ ધી કિંગ પરંતુ ડેટાની જે રીતે જાળવણી તેનું એનાલીટીક તેનું સિન્ક્રોનાઈઝેશન અને તેનું પ્રોપર પ્લાનીંગ ન થતા ઘણાખરા ડેટાને લઈ પ્રશ્ર્નો ઉદભવિત થતા હોય છે પરંતુ હાલ જે રીતે ડેટા સેન્ટરો વિકસિત થઈ રહ્યા છે અથવા તો તેને જે રીતે સુરક્ષિત કરવામાં આવી રહ્યા છે તેના કારણે આવનારો સમય ડેટા સેન્ટરનો જોવા મળશે. સુત્રોનાં જણાવ્યા મુજબ કોમર્શિયલ ડેટા સેન્ટરનો વ્યાપાર ગત ૪ માસમાં ૮૦ થી ૯૦ ટકા સુધી પહોંચ્યો છે.

ડેટા સેન્ટરોની જરૂ રીયાત વધવાનું એકમાત્ર કારણ એ છે કે જે રીતે ડેટાને સુરક્ષિત રાખવા જોઈએ અથવા તો તેની યોગ્ય જાળવણી કરવી જોઈએ તે થઈ શકી નથી. હાલ ભારત ડિજિટલ તરફ જે રીતે આગળ વધી રહ્યું છે તેના માટે ડેટાનો યોગ્ય સ્ટોરેજ હોવું એટલું જ જરૂ રી છે. ડેટા સેન્ટરો ન હોવા પહેલા ભારતીય કંપનીઓ તેના ડેટા વિદેશમાં સ્ટોર કરતા હતા જેથી ડેટા ચોરીનો પ્રશ્ર્ન અને ભય પણ વધુ જોવા મળતો હતો. હાલ જે રીતે ભારતીય કંપનીઓ વિકાસ આગળ વધી રહી છે ત્યારે જરૂ રી એ છે કે, કંપનીનાં વ્યકિતગત ડેટા ભારતમાં જ સ્ટોર રહેવા જોઈએ.

સરકારનાં સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે, લોકડાઉન સમયમાં ડેટા સેન્ટરોએ ડેટાની સુરક્ષા માટે ઘણાખરા મહત્વપૂર્ણ કાર્યો કર્યા છે અને ડેટા સેન્ટરોને સુરક્ષિત રાખવા અને સ્ટાફની જાળવણી કરવા માટે આશરે ૫૦ લાખથી ૨ કરોડ રૂ પિયા સુધીનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે. દેશનાં ૪૦ જેટલા ડેટા સેન્ટરો જેવા કે મુંબઈ, દિલ્હી એનસીઆર, બેંગલોર અને ચેન્નઈમાં ૧૦ થી ૨૫ ટકા જેટલા સ્ટાફને આ સમયગાળા દરમિયાન તેઓને ઓફિસ પર જ રાખવામાં આવ્યા હતા. લોકડાઉનનાં સમયમાં કંપનીઓના ડેટાની જાળવણી કરવા માટે જે ડેટા સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે તેનો વ્યાપાર ગત ૪ માસમાં ૮૦ થી ૯૦ ટકા જેટલો વઘ્યો છે. ડેટા સેન્ટરોમાં કામ કરતા કર્મચારીઓએ ૧૦૦ દિવસ તેમના કુટુંબથી દુર રહી ડેટા સેન્ટરોની સુરક્ષા જાળવવા અને તેની જાળવણી કરવા તેઓએ કાર્ય કર્યું હતું. હેલ્થકેર, ઈ-કોમર્સ, બેન્કિંગ, ઈ-લર્નીંગ, વિડીયો સ્ટીમીંગ, ટેલીકોમ, કલાઉડ કંપની, ગર્વમેન્ટ એજન્સી સહિતની અનેકવિધ કંપનીઓનાં ડેટા સેન્ટરોનાં કાર્ય હાથ ધરવામાં આવ્યા છે ત્યારે જો ભારત ડિજિટલ તરફ અગ્રેસર થઈ રહ્યું છે તે સમયગાળા દરમિયાન દેશે ડેટા સેન્ટરોની સુરક્ષાની જાળવણી કરવી અત્યંત જરૂ રી સાબિત થઈ છે જો દેશ આ કાર્ય કરવામાં સફળ થશે તો આવનારો સમય ડિજિટલ ઇન્ડિયાની સાથો સાથ ડેટા સેન્ટરોનો પણ રહેશે.

વિશ્ર્વનાં ડેટા સેન્ટરોની જો વાત કરવામાં આવે તો ત્યાંના ડેટા સેન્ટરો ખુબ જ વધુ સુરક્ષિત જોવા મળે છે ત્યારે મુંબઈ ખાતે જે ડેટા સેન્ટર હાલ નજીકનાં સમયમાં બનાવવામાં આવ્યું તે વિશ્ર્વ કક્ષાએ બીજુ સૌથી મોટુ ડેટા સેન્ટર હોવાનું ખુલ્યું છે ત્યારે જો ડેટા સેન્ટરોને યથાયોગ્ય રીતે કાર્યરત કરવામાં આવે તો તે દેશ માટે મુડી સમાન બની રહેશે. હાલ ભારતમાં દિન-પ્રતિદિન ડેટા સેન્ટરોનો આંક વધી રહ્યો છે પરંતુ સામે પ્રશ્ર્ન એ પણ ઉદભવિત થાય છે કે, તેની યોગ્ય જાળવણી કરવી એટલા જ અંશે જરૂ રી છે. વૈશ્ર્વિક મહામારીનાં સમયમાં ડેટા સેન્ટરોએ જે વકરો રળ્યો છે ત્યારે હવે અનલોકમાં પણ આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય તે પણ એટલું જ જરૂરી છે.

સરકાર દ્વારા અનેકવિધ પ્રકારની સબસીડી અને યોજનાઓ ડેટા સેન્ટરો માટે આપવામાં આવી રહી છે. ચાઈના સાથેનાં જે રીતે સંબંધો વણસ્યા છે તેને ધ્યાને લઈ સરકારે ચાઇનીઝની ૫૯ જેટલી એપ્લીકેશનોને પ્રતિબંધિત કરી છે જેનું કારણ એ છે કે લોકોનાં ડેટાનો દુરઉપયોગ થતો હતો અને તે ડેટા ભારતમાં નહીં પરંતુ વિદેશનાં દેશોમાં સ્ટોર કરવામાં આવતા હતા ત્યારે હવે જો દેશમાં જ ડેટા સેન્ટરો ખુલશે તો લોકોનાં અથવા તો કંપનીઓનાં ડેટા પૂર્ણત: સુરક્ષિત રહી શકશે અને જરૂ રીયાત સમયે તેનો યોગ્ય ઉપયોગ પણ કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.