Abtak Media Google News

ભારતનો સૌથી મોટો ઓટો શો, ઈન્ડિયન ઑટો એકસ્પો (2018) 7 ફેબ્રુઆરીથી શરૂ થઇ ચૂક્યો છે. જેમાં ઘણી નામી ઑટો મોબાઇલ કંપનીઓએ પોતાના નવા-નવા મોડલ રજૂ કર્યા છે. વળી દિગ્ગજ સાઈકલ કંપની-સ્ટારકેન સ્પોર્ટસે આ સૌથી મોટા ઑટો શોમાં વિશ્વની ઝડપી સાઇકલ પ્રોપેલ એડવાન્સ્ડ વર્ઝન લોન્ચ કર્યુ છે. કંપનીએ આ સાઇકલની કિંમત 3.6 લાખ રૂપિયા રાખી છે.

ફ્રાન્સની (એસીઈ) એરો કૉન્સેપ્ટ્સ એન્જિનિયરિંગના રિપોર્ટ મુજબ, પ્રોપેલ એડવાન્સ્ડ ડિસ્ક દુનિયાની સૌથી ઝડપી સાઇકલ છે. ટૂર ધ ફ્રાન્સના 2017ના વિજેતા માઇકલ મેથ્યુસે આ સાઇકલનો ઉપયોગ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.