Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગૃહમંત્રી પ્રદિપસિંહ, પોલીસવડા આશિષ ભાટીયા અને મુખ્ય સચિવ પંકજ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપી

125 2

પોલીસ ખાતામાં મહત્વની ગણાતી એવી ‘વહીવટી’ પાંખ આર.આર.સેલને નાબુદ કરવાનો નિર્ણય  રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. રાજ્યના તમામ જિલ્લા પોલીસવડાઓને માર્ગદર્શક રૂપે રેન્જ આવેલી હોય રેન્જમાં આઈ.જી.કક્ષાના સિનિયર અધિકારી ફરજ બજાવતા હોય છે. રાજ્યમાં નવ રેન્જ નીચે સરકાર દ્વારા વર્ષ ૧૯૯૫થી આર.આર.સેલ.ની રચના કરી ચાલુ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં અમદાવાદ આર.આર.સેલના એ.એસ.આઈ. રૂા.૫૦ લાખની લાંચના ગુનામાં એ.સી.બી.ના હાથે ઝડપાયા બાદ રાજ્ય પોલીસ બેડામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.

નવા લેન્ડ ગ્રેબીંગ હેઠળ ૧૬ ગુના દાખલ કરી ૩૪ ભૂમાફીયાઓને જેલ ભેગા કર્યા: ગુજસીટોક હેઠળ ૧૧ કેસ નોંધી ૧૦૦થી વધુ શખ્સોને કાયદાનું ભાન કરાવ્યું

મસમોટી લાંચને પગલે રાજ્ય સરકાર હરકતમાં આવી હતી. જેના પગલે પોલીસની ‘વહીવટી’ પાંખ આર.આર.સેલનું વિસર્જન કરવામાં આવ્યું છે. પોલીસની કાર્યવાહી માટે સરળતા અને કાયદો અને વ્યવસ્થા માટે આર.આર.સેલ.નું ગઠન કરવામાં આવ્યું હતું. પરંતુ સમયની સાથે બદલાવ લાવવા માટે સરકાર દ્વારા આર.આર.સેલ.ને નાબુદ કરી સેલમાં ફરજ બજાવતા ફોજદાર સહિતના સ્ટાફને જિલ્લામાં ફાળવાશે. સ્થાનિક પોલીસ મથકને અત્યાર સુધી કામગીરીમાં આર.આર.સેલ. ભય રહેતો હતો હવે આર.આર.સેલ. નાબુદ થતા સ્થાનિક પોલીસ કામગીરી કેવા પ્રકારની રહેશે તે આવનાર દિવસો જ કહેશે. રાજયના મુખ્યમંત્રી રૂપાણીએ આ અંગે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી છે અને તેના વિરો માહિતી આપી છે. સરકાર દ્વારા કરશન અંગે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અંગે આજે રૂપાણી સરકારની કામગીરીને બિરાવતો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.  આ પ્રેસ કોન્ફરન્સમાં સીએમ રૂપાણી, મહેસુલ સચિવ પકંજ કુમાર, રાજ્યના પોલીસ વડા આંશિપ ભાટીયા, રાજ્યના ગૃહમંત્રી ઉપસ્થિત રહ્યા હતા.

એ.સી.બી.એ ૧-વર્ષમાં ૧૯૯ ગુના દાખલ કરી ૩૧૦ ભ્રષ્ટ અધિકારીઓને જેલ ભેગા કર્યા

સીએમ રૂપાણીએ કહ્યું કે કાયદો વ્યવસ્થાને મજબુત બનાવવા માટે માથાભારે તત્વો માથું ન ઉંચકે તે માટે લેન્ડગ્રેબિગ, સાયબર ક્રાઇમ, ટપોરીઓ જે શરૂઆત કરે અને તેને અંકુશમાં ન કરીએ તો મોટી ગેંગ બનતી હોય છે. ગત વિધાનસભામાં અમે ગુંડાધારો, ખોટા દસ્તાવેજ વગેરેના ગુનાઓ અંગે કાયદા ઘડ્યા છે. આ અંગે સરકારે અધિકારીઓને છૂટો  દોર આપ્યો છે. હજુ પણ આપણે એવી રીતે આગળ વધી રહ્યા છે કે ઓછામાં ઓછી ચોક્કસ સજા પડે અને ભ્રષ્ટાચારીઓ પર ધાક બેસાડવી પડે. આવક કરતાં વધુ મિલકતના કેસમાં તો સાત મહિના આઠ મહિના એક કેસમા જતા હોય છે ત્યારે આવા કેસ માટે જરૂરિયાત મુજબ વધારે સ્ટાફ, સાધનો, ટેકનોલોજી આપણે આપી રહ્યા છે.

સીએમ રૂપાણીએ આ અંગે જણાવ્યું હતું કે રાજયમાં એન્ટિકરપ્શન બ્યુરોને સરકાર દ્વારા છૂટો દોર આપવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૬થી ૨૦૨૦માં ૨૧૫૬ લાંચિયા વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી છે. ૨૨૦ કરોડથી વધુની કિંમતની જમીનમાં લેન્ડગ્રેબિગની અરજી આવી આ પ્રેસ કોન્ફરન્સમાં લિન્ડ ગ્રેબિગ અંગે મહેસૂલ સચિવ પંકજ કુમારે કહ્યું કે સરકારે લેન્ડ એકટ પસાર કર્યો હતો. આ અંગે અત્યારસુધીમાં ૬૪૭ અરજીઓ આવી છે જેની તપાસ કરવામાં આવી છે. અત્યારસુધીમાં ૧૬ એફઆઈઆર દાખલ કરી અને ૩૪ ભુ માફીયાનો સમાવેશ  થાય છે. ૧ લાખ ૩૫૦૦૦ ચોરસમીટરથી વધુની જમીન છે. આ જમીનની જંત્રી કિંમત ૨૨૦ કરોડથી વધારે સંકળાયેલી છે. આ ૧૬ એફઆઈઆરથી આટલા મોટા પ્રમાણમાં દબાણ થયેલી જમીનોનાં મામલા સામે આવ્યા છે. ૧૨૪૦ વ્યક્તિને પાસા થયા.

1611309062575

આ પ્રેસ કોન્ફરન્સમાં ડીજીપી આશિષ ભાટીયા પણ ઉપસ્થિતિ રહ્યા હતા. રાજયના પોલીસ વડા ભાટીયાએ  જણાવ્યું કે પાસામાં સાયબર ક્રાઇમ સહિતની નવી કેટેગરી ઉમેરવામાં આવી છે. ૩૧ માર્ચ ૨૪૦ વ્યકિતઓને પાસા કરવામાં આવ્વા છે.પાસાનો ઉપયોગ કરી માથાભારે વ્યકિતઓને  જેલમાં ધકેલવામાં આવ્યા છે. આ સાથે ગુજસીટોકનો કાયદો ધડવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૧૧ કેસમાં ૧૦૦થી – વધુ માથાભારે આરોપીઓ સો કાર્યવાહી કરવામાં આવી છે,  રાજયમાં ૨૦,૦૦૦થી વધુ નાસતા ફરતા આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

આરઆરસેલની નાબુદી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ૧૯૯૫થી ચાલતી આરઆરસેલ નાબૂદ કરવામાં આવી છે. હવે ટૂંક સમયમાં પોલીસના બોડી પર કેમેરો લાગશે તેની સમગ્ર કાર્યવાહી કોઈ – ત્રીજી વ્યકિત નિહાળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.