Abtak Media Google News

તરૂણીને સાયકલ પરથી પછાડી દેતા જેનો ઠપકો આપવા જતા માર માર્યો તો

શહેરના થોરાળા વિસ્તાર રહેતા શ્રમિક પરિવાર રહેતા રામવિલાસ પાસવાનની તેર વર્ષની બેબીકુમારી નામની માસુમ બાળકી સાયકલ પર જતી હતી. ત્યારે શૈલેષ પટેલ અને રણજીત પટેલ નામના શખ્સ પછાડા દેતા જેનો તરુણીના માતા-પિતા બન્ને શખ્સોને ઠપકો આપવા જતા જયારે બન્ને શખ્સોએ માર માર્યાની થોરાળા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જેના આધારે બન્નેની ધરપકડ કરી હતી તપાસ પૂર્ણ થતા કોર્ટમાં ચાર્જશીટ કરી હતી.

કેસમાં ફરીયાદી પક્ષ તરફથી ૧૧ સાહેદો તપાસવામાં આવેલ તેમજ આઠ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ તેમજ સૌથી મહત્વના એવા ફરીયાદીના પુરાવામાં વિરોધાભાષ રેકર્ડ ઉપર આવતા અદાલતે. ફરીયાદીની જુબાની વિશ્ર્વસનીય માની શકાય નહી તેવું તારણ કાઢી તેમજ આરોપી એડવોકેટ કરેલી દલીલો અને રજુ રાખેલા હાઇકોર્ટ તથા વડી અદાલતના રજુ રાખેલ ચુકાદાઓ ઘ્યાનમાં રાખી ચીફ જયુ. મેજી. એમ.જે. ગઢવીએ ઉપરોકત આરોપીઓને નિદોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલો હતો. આરોપી વતી યુવા એડવોકેટ જીજ્ઞેશ સભાડ, જાહીદ હિંગોરા, રણજીત મકવાણા રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.