Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા અને બામણબોર વિસ્તારમાં થયેલા વિદેશી દારૂના કેસમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા *રાજકોટ રેન્જના ડીઆઈજી ડી.એન.પટેલ તથા જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે* લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. આઈ.કે.શેખ તથા સ્ટાફનો એક સ્પેશિયલ સ્કવોડ બનાવવામાં આવેલ છે. *આ સ્પેશીયલ સ્કવોડ દ્વારા વિદેશી દારૂના ગુન્હાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી ધરપકડ કરવા માટે સક્રિય કરવામાં આવેલ* છે…..

તાજેતરમાં ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે તા. ૨૧.૦૩.૨૦૧૮ ના રોજ ચોટીલા તાલુકાના  મોલડી ગામ નજીક ધાવડી માતાના મંદિરની સામે નેશનલ હાઇવે રોડ ઉપરથી વિદેશી દારૂનું કટિંગ કરતા આરોપીઓને આર.આર.સેલના પી.એસ.આઈ. કે.એમ.પટેલ તથા સ્ટાફ દ્વારા પકડી પાડવામાં આવેલ હતા. આ બાબતે વિદેશી દારૂ તથા વાહનો સહિત કુલ રૂ. ૪૫,૭૯,૬૦૦/- નો મુદામાલ પકડાયેલ અને સરકાર તરફે  હે.કો. લક્ષમણસિંહ ઝાલાએ ફરિયાદી બની, ગુન્હો નોંધી, તપાસ આર.આર.સેલના પી.એસ.આઈ. કે.એમ.પટેલ તથા હે.કો. એ.વી.દાફડા દ્વારા હાથ ધરવામાં આવેલ હતી.

આ ગુન્હામાં આરોપી જયંતીભાઈ ઉકાભાઇ બાવળિયા જાતે ત.કોળી રહે. બામણબોર તા. ચોટીલાની સંડોવણી બહાર આવેલ હતી. જ્યારથી આ આરોપી જયંતીભાઈ ઉકાભાઇ બાવળિયા જાતે ત.કોળીની સંડોવણી આ ગુન્હામાં આવેલ હતી, ત્યારથી આ આરોપી પોલીસ પકડથી નાસતો ફરતો હતો. ન્યારે જ્યારે પોલીસ તપાસમાં જાય ત્યારે નાસી જતો હતો. આમ, જ્યારથી ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે આ વિદેશી દારૂનો ગુન્હો નોંધાયો બાદ નાસતો ફરતો વોન્ટેડ હતો….

વધુ તપાસ આર.આર.સેલના પી.એસ.આઈ. કે.એમ.પટેલ તથા હે.કો.એસ.વી.દાફડા તેમજ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે…..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.