Abtak Media Google News

દેશ વિરોધી કોઈપણ પ્રવૃત્તિને ભરી પીવા ભારતીય સેના સજજ હોવાનો નવા આર્મી ચીફનો ટંકાર

સેનાની ત્રણેય પાંખો વધારે સરળતાથી તાલમેલ મિલાવીને કામ કરી શકે તે માટે કેન્દ્રની મોદી સરકારે ભારતીય સેનાના આર્મી ચીફ જનરલ બિપીન રાવતની દેશના પ્રથમ ડીફેન્સ સ્ટાફના વડા તરીકે નિમણુંક કરરી છે.જેથી તેમના સ્થાન પર આર્મી ચીફ તરીકે મનોજ મુકુંદ નરવાનેની નિમણુંક કરવામાંઆવી છે. ગઈકાલે જનરલ બીપીન રાવત પાસેથી મનોજ નરાવણેએ આર્મી ચીફ તરીકેનો ચાર્જ લીધો હતો. ચાર્જ લીધા બાદ મનોજ નરાવણે મીડિયાને આપેલી મુલાકાતમાં દેશમાં આતંકવાદના તમામ જનનીઓ ઉપર તૂટી પડવાનો ભારતીય સેનાને અબાધીત અધિકાર હોવાનું જણાવીને દેશના તમામ દુશ્મનોને આકરા સુરમાં ચેતવણી આપી હતી.

દેશના નવા સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવાને  સત્તા સંભાળતાંની સાથે જ પાડોસી દેશ પાકિસ્તાન આજે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો તે સરકાર પ્રેરીત આતંકવાદ બંધ ન કરે તો ભારતને પોતાની સલામતી માટે આતંકવાદી કેમ્પોે પર હુમલો કરવાનો અધિકાર છે. મંગળવારે જનરલ બિપિન રાવતનો અનુગામી તરીકેનો પદ સંભાળ્યા પછી પોતાના પહેલા ઇન્ટરવ્યુમાં નરવાને સ્પષ્ટ કહ્યું હતું કે પાકિસ્તાનની ઉશ્કેરણી કે તેના દ્વારા પ્રાયોજિત આતંકવાદના કૃત્યોનો જવાબ આપવા માટે ભારતીય સેના ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે.પાકિસ્તાન આતંકવાદ દ્વારા લાંબા સમય સુધી પ્રોક્સી વોર નહીં લગાવી શકે. નરવાને  કહ્યું  હતું.કે, અમે પ્રાયોજિત આતંકવાદ સામે નિર્ધારિત શિક્ષાત્મક પ્રતિભાવ વ્યૂહરચના ઘડી છે. પાક પ્રેરિત આતંકવાદથી ધ્યાન હટાવવા માટે પાકિસ્તાની સૈન્યના પ્રયાસો નિષ્ફળ ગયા છેપાકિસ્તાની સૈન્યના પ્રોક્સી ધોરનાનો આશયને આંચકો લાગ્યો છે.સૈન્યની ઓપરેશનલ સજ્જતા પર ભાર મૂકતાં ને ભરવાનો જણાવ્યુ હતું કે  મારૂં મુખ્ય ધ્યાન સેનાને કોઈપણ ક્ષણે કોઈપણ ખતરોનો સામનો કરવા માટે તૈયાર કરવાનું રહેશે. જમ્મુ-કાશ્મીર અને ઈશાન ભારતમા અત્યંત સક્રિય આતંકવાદ વિરોધી વાતાવરણમાં ૩૭ વર્ષ સેવા આપી ચૂકેલા આર્મી ચીફે કહ્યું કે, જ્યાં સુધી આપણા પાડોશીદેશ વાત છે, તે આતંકવાદને રાજ્ય નીતિ તરીકે ઉપયોગ કરી રહ્યો છે, જે આપણી સામે પ્રોક્સી વોટ કરે છે તે પછી તે નકારે છે. જનરલ મુકુંદ નરવાને કહ્યું, ’આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે. ભારત વર્ષોથી આતંકવાદથી પ્રભાવિત છે. હવે આખું વિશ્વ અને ઘણા દેશો આતંકવાદથી પીડિત છે અને તેઓ આ ભયનો અહેસાસ કરી રહ્યા છે.યુદ્ધવિરામના ભંગ અંગે સેના પ્રમુખે કહ્યું કે, ’યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવી રહ્યો છે. અમને ખબર છે કે બીજી બાજુ લોન્ચિંગ પેડ પર આતંકીઓ તૈયાર છે, જેઓ સરહદ પાર કરવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ અમે તેમની સાથે તેમની ભાષામાં જવાબ આપવા સંપૂર્ણ તૈયાર છીએ. ઓપરેશનલ તત્પરતાના ઉચ્ચ સ્તરને જાળવવાના લક્ષ્ય વિશે વર્ણવતા આર્મી ચીફે કહ્યું કે, ખાસ કરીને છેલ્લા કેટલાક વર્ષોના મારા અનુભવને કારણે મેં આ પ્રકારનો વિચાર વિકસાવ્યો છે કે પ્રશિક્ષણની સાથે ઓપરેશનલ ભાગ પણ મહત્વપૂર્ણ છે. મને લાગે છે કે હઓપરેશનલ સજ્જતાના ઉચ્ચ ધોરણોને જાળવવું સૌથી મહત્વપૂર્ણ છે.

7537D2F3

ચીફ ડિફેન્સ સ્ટાફ બિપીન ટાવર અંગે એ પૂછેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, “અમે સમગ્ર સૈન્ય વ્યવસ્થામાં જે મહત્વપૂર્ણ સુધારા લાવવા માંગીએ છીએ, સીડીએસ નિજ્ઞીશંકપણે તે પરિવર્તનનો માર્ગ તૈયાર કરશે.”જ્યારે ચીન સાથે ૩૫૦૦ કિલોમીટર લાંબી સરહદ પર સુરક્ષા પડકારો વિશે પૂછવામાં આવ્યું ત્યારે જનરલ નરવાને કહ્યું, “અમે પશ્ચિમ સરહદથી ઉત્તરીય સરહદ સુધીની પ્રાથમિકતાઓને ફરીથી સંતુલિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.” અમે ઉત્તરીય સરહદ પર ક્ષમતા નિર્માણમાં સુધારો કરવાનું ચાલુ રાખીશું. નરવાને જમ્મુ-કાશ્મીરથી કલમ ૩૭૦ નાબૂદ કરવા અંગે જણાવ્યું હતું. હાલ હિંસાના બનાવોમાં ઘટાડો થયો છે. તે જમ્મુ-કાશ્મીરના લોકો માટે સારું છે. તે પ્રદેશમાં શાંતિ અને સમૃદ્ધિ માટે એક પગલું આગળ વધે છે. ’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.