Abtak Media Google News

બી.એ.પી.એસ. સંસ દ્વારા તાજેતરમાં માગસર સુદ આઠમે તિથિ મુજબ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો ૯૭મો જન્મજયંતી મહોત્સવ આણંદ ખાતે મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં ઉજવાયો હતો. વહેલી સવારે બ્રાહ્મમૂર્હતમાં  મહંત સ્વામી મહારાજે આણંદના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં ઠાકોરજીની આરતી ઉતારી પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિનું ગુરૂ પૂજન કરી ગુરૂ ભક્તિ અદા કરી હતી. ત્યારબાદ અક્ષરફાર્મમાં પ્રાત: પૂજા બાદ પ્રમુખસ્વામી મહારાજ જન્મ જયંતી નિમિતે સ્વામીની સ્મૃતિ કરીને આશીર્વાદ આપતા જણાવ્યું કે પ્રમુખ સ્વામી મહારાજે સૌને રાજી કર્યા છે.

આજના દિવસે પ્રમુખસ્વામી મહારાજ ૯૭મી જન્મ જયંતી મહોત્સવની મુખ્ય સભામાં કુલ બે લાખ હરિભકતો અને ભાતવકોએ લાભ લીધો હતો જે માટે આણંદ-સોજીત્રા રોડ પર વલાસણ-મોરડ નજીક ૨૦૦ એકરની વિશાળ ભૂમિ પર “સ્વામિનારાયણ નગરનુંં નિર્માણ કરવામા ંઆવ્યું હતું.

પ્રમુખ સ્વામી મહારાજે સત્સંગ અને જન સમાજ માટે પોતાનો દેહ કૃષ્ણાર્પણ કરી દીધો હતો.

જે સમાજના મહાનુભાવી લઈને જન સામાન્ય સુધી કયારેય પણ, કોઇી પણ ભૂલી શકાય તેમ છે જ નહિ એવી સૌના હૃદયની ભાવના સો ગુરુજી નહિ ભૂલું તમને ના બીજ વિચાર સો જન્મ જયંતીના મુખ્ય ઉત્સવના કાર્યક્રમની ગૂંણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે અતિી વિશેષ તરીકે જેએઈના અગ્રગણ્ય બીઝનેસ મેન તા સીરિયાના એક સમયના પ્રાઈમ મીનીસ્ટર અને પૂર્વ પ્રમુખના પૌત્ર નઝીમ અલ કુદ્સી ઉપસ્થિત રહ્યાં. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરતા જણાવ્યું કે “વિશ્વભરમાં પધારેલા લાખો હરિભકતો સો હું પણ પ્રમુખ સ્વામી મહારાજને શત શત નમન કરીને આજના દિવસે તેમની જન્મ જયંતીમાં ભક્તિભાવી જોડાઉં છુ. તેઓ એક દિવ્ય પરમ તત્વ હતા. જેમની નિર્સ્વા સેવા, માનવતા અને શ્રદ્ધા પૂર્વકના પુરુષો અગણિત જીવોના મનમાં એક અદભુત પ્રભાવ ઉભો કયો હતો.આ પ્રસંગે ઉપસ્તિ બે લાખ જેટલા હરિભકતોએ શ્રદ્ધા પૂર્વક હામાં દીવડાઓ સો સમૂહ આરતી ઉતારી હતી ત્યારે આકાશમાંી અસંખ્ય તારલાઓ અવની પર ઉતરી ટમટમતા હોય તેવું અદભુત દ્રશ્ય સર્જાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે સાત દિવસ ચાલેલા પ્રમુખ સ્વામી મહારાજ ૯૭માં જન્મ જયંતી ઉપક્રમે બી.એ.પી.એસ. સંસના મહિલા-પુ‚ષ હરિભતતોએ પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પવા કુલ ૩૬૧ બોટલ રકતદાન કરીને સામાજિક સેવાનું ઉદાહરણ પૂરું પાડયું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.