Abtak Media Google News

મુખ્યમંત્રી સહિતના મંત્રીમંડળના સભ્યો અને સિનિયર ધારાસભ્યો ગૃહમાં બેસશે, બાકીના ૭૯ ધારાસભ્યોને ગેલેરીમાં બેસવું પડશે : મુલાકાતીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ

આજથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થયુ છે. પાંચ દિવસના સત્ર દરમિયાન ૬ બેઠકોના મળશે. કોંગ્રેસ પક્ષ દ્વારા આરોગ્ય, ખેડૂતો, આદિવાસીઓ, મધ્યમ વર્ગ કારીગર, શિક્ષણ અને અન્ય બાબતોને લઈ રાજ્ય સરકાને ઘેરવા માટેનો વ્યૂહ ઘડવામાં આવ્યો છે. વિધાનસભાના પાંચ દિવસના સત્ર દરમિયાન ૨૪ જેટલા વિધેયકો અને વટહુકમો પસાર કરવામાં આવનાર છે.

વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન પાંચ દિવસના કામકાજ દરમિયાન છ બેઠકો યોજવામાં આવી છે. કોરોનાના સંક્રમણ વચ્ચે મળનારું આ સત્રના પ્રથમ દિવસે બે બેઠકો મળશે.

જેમાં પ્રથમ બેઠકમાં દિવંગતોને શ્રધ્ધાંજલિ આપવામાં આવશે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી તેમના ગૃહના પૂર્વ સભ્યો અને કોરોનાની મહામારીમાં જાન ગુમાવનાર તમામ લોકોને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવશે.

બીજી બેઠકમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવનાર તબીબો, પેરામેડિકલ સ્ટાફ, સફાઈ કર્મી સ્વૈચ્છિક સામાજિક-સંગઠનોએ કોરોના રોકવા કરેલી કામગીરીને બિરાદાવવા આ વોરિયર્સને પ્રોત્સાહિત કરવા ખાસ અઢી કલાકની ચર્ચા આપવામાં આવશે.

રાજ્ય સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારને અલગ ઓથોરિટી સ્થાપી છે. તે તર્જ પર જ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા ખાતે આવેલી શક્તિપીઠ અંબાજી વિસ્તારને અલગ ડેવલપમેન્ટ ઓથોરિટીમાં તબદીલ કરવા માટેની તૈયારી શરૂ કરવામાં આવી છે.

અંબાજી વિસ્તાર વિકાસ નિયમન એક્ટ-૨૦૨૦નો મુદ્દો તૈયાર કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી સહિતના મંત્રીમંડળના સભ્યો અને સિનિયર ધારાસભ્યોએ ગૃહમાં બેસશે જ્યારે ૭૯ ધારાસભ્યોએ ગેલેરીમાં બેસવું પડશે.

આ ઉપરાંત ધારાસભ્યો એ પણ કોરોનાનો ટેસ્ટ કરવો ફરજીયાત છે . દરમિયાન મુલાકાતીઓ ને પ્રવેશ મળશે નહિ. લોકસભાની જેમ ગુજરાત વિધાનસભામાં પણ કોરોના મહામારી ના કારણે ચોમાસુ સત્રમાં પ્રશ્નો તરી  કાળ રદ કરાઈ છે.

વિધાનસભામાં રજૂ થનાર વિધેયકો-વટહુકમો

  • ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ વિધેયક-૨૦૨૦
  • ગુજરાત અસામાજિક પ્રવૃતિ અટકાવવા બાબત સુધારા-વિધેયક-૨૦૨૦
  • ગુજરાત મત્સ્યોદ્યોગ સુધારા વિધેયક-૨૦૨૦
  • કોન્ટ્રાકટ મંજૂર (નિયમન અને તાલુકા) (ગુજરાત સુધારા) વિધેયક-૨૦૨૦
  • કારખાના (ગુજરાત સુધારા) વિધેયક-૨૦૨૦
  • ઔદ્યોગિક તકરાર (ગુજરાત સુધારા( વિધેયક-૨૦૨૦
  • ગુજરાતને લાગુ પડતા હોય તેટલે સુધીના ઔદ્યોગિક તકરાર અધિનિયમ-૧૯૪૭ અને ૧૯૪૮માં સુધારો-૨૦૨૦
  • ગુજરાત વિધાનસભાના સભ્યો પગાર ભથ્થા કાયદા સુધારા વિધેયક-૨૦૨૦
  • ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક-૨૦૨૦
  • મંત્રીમંડળે પસાર કરેલા ૧૧ વટહુકમો ગૃહમાં રજૂ કરાશે
  • મંત્રીઓના પગાર ભથ્થા સુધારા વટહકમ એપ્રિલ-૨૦૨૦
  • ગુજરાત માલ-સેવા વેરા અધિનિયમ-૨૦૧૭નો વટહકમ
  • ગુજરાત ખેત-ઉત્પન બજાર અધિનિયમ-૧૯૬૩નો સુધારા વટહુંકમ
  • ગુજરાત મત્સયોદ્યોગ અધિનિયમ-૨૦૦૩માં સુધારાનો વટહુંકમ
  • ઔદ્યોગિક તકરાર અધિનિયમ ૧૯૪૭નો સુધારા વટહુંકમ
  • કારખાના અધિનિયમ ૧૯૪૮ વધુ સુધારવાનો વટહકમ
  • કોન્ટ્રાકટ મંજૂર નિયમન અને નાબુદી સુધારો
  • ઔદ્યોગિક તકરાર અધિનિયમ ૧૯૪૭-૧૯૪૮માં સુધારો કરતો વટહુંકમ
  • ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ ૧૯૪૮ સૌરાષ્ટ્ર ઘરખેડ ધારામાં સુધારો કરતો વટહુંકમ
  • રાજ્યમાં જમીન પચાવી પાડવાની પ્રવૃતિ પર પ્રતિબંધ મુકતો વટહુંકમ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.