Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આપણી લોકસંસ્કૃતિ અને સંસ્કારોના વારસાની જાળવણી માટે તેમજ યુવાનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે પ્રતિવર્ષ યુનિવર્સિટી કેમ્પસ ખાતે યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૪૮મો યુવક મહોત્સવ થનગનાટ 2018 આગામી તારીખ 8 9 અને 10 ઓક્ટોબરના રોજ યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાનાર છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૪૮ મા યુવક મહોત્સવનું ઉદ્ઘાટન તારીખ 8 ઓક્ટોબરના રોજ સવારે 9:30 કલાકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબના વરદહસ્તે થનાર છે. જેમાં અતિથિવિશેષ તરીકે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા તેમજ લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી બિહારીભાઇ હેમુભાઇ ગઢવી તેમજ પ્રખ્યાત હસ્યસમ્રાટ શ્રી ધીરુભાઈ સરવૈયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.

આ યુવક મહોત્સવમાં વિવિધ ૩૩ જેટલી સ્પર્ધાઓમાં આશરે 3200 થી વધુ સ્પર્ધકો ભાગ લેનાર છે. યુનિવર્સિટીના વિવિધ ભવનોમાં આ સ્પર્ધાઓનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. જુદી જુદી ૩૩ જેટલી સ્પર્ધાઓમાં જે તે ક્ષેત્રના તજજ્ઞ શ્રી ઓ નિર્ણાયક તરીકેની સેવાઓ આપશે. સ્પર્ધાઓની વિગત સાથેનું ટાઈમ ટેબલ આ સાથે સામેલ છે.

આ યુવક મહોત્સવમાં યુવક મહોત્સવની સાથે-સાથે ગુજરાત સરકાર દ્વારા કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂપિયા 1000 ના ટોકન દરે નમો ઈ ટેબલેટનું વિતરણ ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ના વરદહસ્તે કરવામાં આવનાર છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જુદી-જુદી કોલેજોના આશરે 32000 થી વધુ વિદ્યાર્થીઓને આ ટેબલેટ યોજનાનો લાભ મળશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ શ્રી પ્રો. નીલાંબરીબેન દવેના માર્ગદર્શન હેઠળ યુવક મહોત્સવને સફળ બનાવવા સિન્ડિકેટ સભ્યશ્રીઓ, કોલેજના આચાર્યશ્રીઓ, સેનેટ સભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓની મિટિંગોનો ધમધમાટ ચાલી રહ્યો છે.

યુવક મહોત્સવમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ સ્પર્ધકો ભાગ લે તેના માટે પ્રથમવાર કોલેજોમાં ફલેસ મોબ નું આયોજન તેમજ દરેક વિદ્યાર્થીઓને યુવક મહોત્સવની માહિતી સરળતાથી પ્રાપ્ય બને તે માટે પ્રથમવાર એસ.એમ.એસ, વોઈસ કોલ તેમજ વોટ્સ એપ દ્વારા વિદ્યાર્થીઓને પોતાના મોબાઈલમાં યુવક મહોત્સવની માહિતી પ્રાપ્ય બનશે.

આ યુવક મહોત્સવમાં આવનાર તમામ વિદ્યાર્થીઓ ને યુનિવર્સિટી દ્વારા ફૂડ પેકેટ આપવામાં આવશે.

આ યુવક મહોત્સવનું લાઈવ વેબકાસ્ટિંગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ www.saurashtrauniversity.edu પરથી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.