Abtak Media Google News

૨૩/૨૪/૨૫ ફેબ્રુ.એ સોમનાથદાદાના પટાંગણ પાસેની ચોપાટી પર ભવ્યાભિવ્ય કાર્યક્રમ: સાધુ, સંતો, સમાજ સેવકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે

૧૯ ફેબ્રુ.એ કાશી વિશ્વનાથનો રથ રાજકોટના જુદા જુદા વિસ્તારોમાં ફરશે ૩૩ જિલ્લાઓમાં અલગ અલગ જયોતિર્લિંગ રથનું ભ્રમણ

પ્રથમ જયોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આગામી ૨૩,૨૪ અને ૨૫ના રોજ જયોતિલિંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતના બારે બાર દિવ્ય જયોતિર્લિંગના પુજારીઓ, ટ્રસ્ટીઓ સંચાલકો સોમનાથ ખાતે ત્રિદિવસીય દ્વાદશ જયોતિર્લિંગ મહોત્સવમાં ઉપસ્થિત રહેનાર હોય તેને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મહત્વનું છે કે આ અગાઉ ઉજજૈનમાં ૨૦૧૮માં આ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં અમીતશાહ મોહન ભાગવત સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જયારે  આ દ્વાદશ જયોતિર્લિંગ સમારોહ હવે સોમનાથ ખાતે ઉજવવામાં આવશે.

આ સંદર્ભે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં વિશ્વ હિન્દ પરિષદ રાજકોટના અધ્યક્ષ શાંતુભાઈ ‚પારેલીયાએ જણાવ્યું કે વિશ્વહિન્દુ પરિષદ દ્વારા ૩૩ જિલ્લાઓમાં ૧૨ જયોતિલિંગની પ્રતિકૃતિઓ ફરશે. સોમનાથ ટ્રસ્ટના સહયોગથી આ સમગ્ર આયોજન ક્રવામાં આવ્યું છે. ૧૨ જયોતિર્લિંગમાં દરેકનું આગવું કાર્ય અને મહિમા છે.

આ જયોતિલિંગ જો તે વિસ્તારની માટી અને જળમાંથી પાર્થીવ લિંગ બનાવવામાં આવશે અને આલિંગ ગુજરાતનાં ૩૩ જિલ્લાઓમાં યાત્રા કરશે જેમાં એક જયોતલિંગના ભાગે ૩ જિલ્લા આવશે. મહત્વનું છે કે રાજકોટનાં આંગણે કાશી વિશ્વજયોતિલિંગની પ્રતિકૃતિ આવશે જે ૧૯ ફેબ્રુ.એ રાજકોટના રસ્તા પર યાત્રા કરશે સવારે ૮ વાગ્યે અને રાત્રે ૮ વાગ્યે કાશીવિશ્વદાદાની ભવ્ય આરતી કરવામાં આવશે.

જયોતિલિંગની પ્રતિકૃતિનું રાત્રી રોકાણ સ્વામિનારાયણ મંદિર ભુપેન્દ્રરોડપર કરવામાં આવશે. ત્યારબાદ સવારે ૮ વાગ્યે જયોતિલિંગ ત્યાંથી પ્રસ્થાન કરી ગોંડલ થઈ અને જૂનાગઢ તરફ જશે. આ જયોતિલિંગના પરિભ્રમણનો મુખ્ય ઉદેશ ભાવિક ભકતો તેની ભૌગોલિક પરિસ્થિતિને જાણે તે છે. ગુજરાતનાં ૩૩ જિલ્લાઓમાં પરિભ્રમણ કરનાર આ રથ ૨૩/૨૪ અને ૨૫ના રોજ સોમનાથ પહોચશે.

૧૨ જયોતિલિંગની પ્રતિકૃતિઓ અને વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો સોમનાથના ભવ્ય દરિયાકિનારે યોજવામાં આવશે. આ અંગે વધુ જણાવત ભાવેશભાઈ વેકરીયાએ કહ્યું કે ૧૨ જયોતિલિંગની પ્રતિકૃતિઓને ચોપાટી પર સ્થાપિત કરવામાં આવશે. અને ત્રિદિવસીય સમારોહ પણ ચોપાટી પર જ ઉજવવામાં આવશે. જેથી જનમેદની ને પહોચી વળાય વધુમાં તેમણે જણાવ્યું કે સોમનાથ ટ્રસ્ટ માનવસેવા એજ સનાતન ધર્મ અંતર્ગત કાર્ય કરે છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિવિધ સામાજીક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

આ ત્રિદિવસીય સમારોહમાં ૨૩મીએ સવારે મહામૃત્યુ જય જાપ કરવામાં આવશે. ત્યારબાદ ૨૪મીએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ જયારે ૨૫મએ વિચાર વિમર્શ અને આગામી આયોજનના સ્થળની જાહેરાત સાથે પૂર્ણાહુતિ કરવામાં આવશે.મહત્વનું છે કે ૧૯મી ફેબ્રુઆરીએ કાશી વિશ્વનાથ દાદાની પ્રતિકૃતિ ૩ વાગ્યે રાજકોટ પહોચશે. આ સાથે ૨૩મીએ આ સમારોહના શુભારંભ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ધ્વજારોહણ કરી કરાવશે. આ કાર્યક્રમમાં સાધુ સંતો, સામાજીક કાર્યકરોની સાથે જય વસાવડા પણ પ્રેરક પ્રવચન કરશે.

ઉલ્લેખનીય છે કે સોમનાથ દાદાના આંગણે યોજાઈ રહેલા આ સમારોહમાં ઉપસ્થિત લોકોની સુવિધાઓ માટે તંત્ર ખડે પગે સેવા આપશે સાથે સાથે સોમનાથની હોટલો ૬૦ થી ૭૦ હોટલોએ પાંચ પાંચ રૂમનો સહયોગ આપવાનું જણાવ્યું છે. આ ત્રિદિવસીય કાર્યક્રમમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો આકર્ષણનું કેન્દ્ર બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.