Abtak Media Google News

૨૭મીએ શોનો છેલ્લો એપિસોડ પ્રસારીત થશે

શોને ચાલુ રાખવા સોશિયલ મીડિયા પર ફેન્સ દ્વારા અપીલનો ધોધ

ઈંડિયન ટેલિવિઝન પર સૌથી લાંબા ચાલનારા શોઝમાંથી એક છે CID.૨૧ વર્ષથી આ શો દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે. ત્યારે એવા અહેવાલો છે કે આ શોનો છેલ્લો એપિસોડ ૨૭ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ પ્રસારિત થશે. વીકએન્ડ પર પ્રસારિત તથા આ ક્રાઈમ શોના અત્યાર સુધીમાં ૧૫૪૬ એપિસોડ ટેલિકાસ્ટ થયા છે.

જણાવી દઈએ કે, CIDએ ટેલિવિઝન સ્ક્રીનને કેટલાક યાદગાર પાત્રો આપ્યા છે. જેમાં ACP પ્રદ્યુમ્નના રોલમાં શિવાજી સાટમ, અભજિત એટલે કે આદિત્ય શ્રીવાસ્તવ, ઈન્સ્પેક્ટર દયાનું પાત્ર નિભાવતો એક્ટર દયાનંદ શેટ્ટી અને ફ્રેડરિક્સના રોલમાં દિનેશ ફડનીસનો સમાવેશ થાય છે. થોડા દિવસ પહેલા આ શોને ઓફએર કરવામાં આવ્યો હતો પરંતુ પોપ્યુલર ડિમાન્ડને જોતાં ફરીથી શરૂ કરાયો.

CIDની શરૂઆત ૧૯૯૮માં સોની ટીવી પર થઈ ત્યારથી સતત આ શો ચાલી રહ્યો છે. આ શોમાં ઈન્સ્પેક્ટર દયાનું પાત્ર ભજવતા કલાકાર દયાનંદ શેટ્ટી સો શો બંધ થવા અંગે વાત કરવામાં આવી. દયાનંદે ખબર ક્ધફર્મ કરતાં કહ્યું કે, હા આ સાચું છે. અમને તાજેતરમાં જ આ વિશે જાણ કરવામાં આવી છે. આ શનિવાર એટલે કે ૨૭ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ શોનો લાસ્ટ એપિસોડ પ્રસારિત થશે.

દયાનંદ શેટ્ટીએ કહ્યું કે, આ શોનું ૨૧મું વર્ષ ચાલી રહ્યું છે અને થોડા વધારે દિવસ આ શો ચાલ્યો હોત તો અમે ૨૨મા વર્ષમાં પ્રવેશ કર્યો હોત. અચાનક અમારા પ્રોડ્યુસર બી.પી. સિંહે કહ્યું કે, ચેનલ સાથે કેટલીક સમસ્યાઓને કારણે શોનું શૂટિંગ બંધ કરવામાં આવી રહ્યું છે. આ શોમાં હું મારા કેરેક્ટરને ખૂબ મિસ કરીશ. આ શોના હજુ પણ ઘણા ફેન્સ છે. અમે બધા એક્ટર્સ પણ એકબીજાને ખૂબ મિસ કરીશું.

સોશિયલ મીડિયા પર પણ ફેન્સ આ શોને બંધ ન કરવા માટે ચેનલને અપીલ કરી રહ્યા છે. ટ્વિટ કરીને શોને ચાલુ રાખવા માટે રજૂઆત કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.