Abtak Media Google News

બજેટ સત્રના બીજા તબક્કાનો આજે 17મો દિવસ છે અને બુધવારે પણ વાઇએસઆર કોંગ્રેસ તરફથી લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપવામાં આવી છે. રાજ્યસભામાં આજે સાંસદોનું વિદાય ભાષણ થયું. આ દરમિયાન પીએમ મોદીએ ગૃહમાં સંબોધન કર્યું. મોદીએ કહ્યું કે, જો ગૃહ યોગ્ય રીતે ચાલ્યું હોત સાંસદોને કંઇક સારું છોડીને જવાનો મોકો મળી ગયો હોત, પરંતુ તેનાથી તમે વંચિત રહી ગયા. આ માટે વિપક્ષ જ નહીં, બંને તરફના સભ્યો જવાબદાર છે. નિવૃત્ત સાંસદો માટે મોદીએ કહ્યું કે ગૃહના દરવાજા બંધ થયા છે, મારી ઓફિસના નહીં.

Modi In Rajyasabha 2 1522મોદીએ પોતાના સંબોધનમાં ડેપ્યુટી સ્પીકર પી જે કુરિયનના વખાણ કરતા કહ્યું કે તેમનો હસતો ચહેરો કોઇ ન ભૂલી શકે. પીએમએ કહ્યું કે ગૃહમાંથી બે આંતરરાષ્ટ્રીય ખેલાડી રહી ચૂકેલા સચિન તેંડુલકર અને દિલીપ ટર્કી જેવા લોકોનો અનુભવ હવે ગૃહને નહીં મળે.

મોદીએ કહ્યું કે જે લોકો આજે રાજ્યસભામાંથી નિવૃત્ત થઇ રહ્યા છે તે તમામનું આગવું મહત્વ છે અને તે દરેક લોકોએ આ દેશના ઉજ્જવળ ભવિષ્યમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવાનો પ્રયત્ન કર્યો છે.
પીએમએ કહ્યું કે, આ નિવૃત્ત થતા લોકો જો આગામી ઐતિહાસિક બિલ જેવાકે, ત્રિપલ તલાકનો હિસ્સો બની શક્યા હોત તો ખૂબ આનંદની વાત હોત.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.