વહેલાલના 12 ખેડૂતો સૂર્યશક્તિની મદદથી વીજ પેદા કરી ખેતી કરે છે

40
the-12-farmers-of-the-earliest-are-able-to-generate-electricity-by-harnessing-the-power-of-the-sun
the-12-farmers-of-the-earliest-are-able-to-generate-electricity-by-harnessing-the-power-of-the-sun

ચોમાસાની સીઝનમાં અષાઢમાં મુશળધાર વરસાદ વરસવો જોઇએ તેને બદલે રાજ્યમાં ક્યાય ધોધમાર તો ક્યાંક કોરુધાકોર જોવા મળી રહ્યું છે. ત્યારે ખેડૂતો, બ્રાહ્મણો, સંતો, વરૂણદેવને રીઝવવા ધૂન ભજન કીર્તન શરૂ કર્યા છે. ક્યાક મહિલાઓ મેહુલિયા કાઢી રહી છે. ત્યારે વહેલાલ ગામના ખેડૂતોએ ટેકનોલોજીનો હકારાત્મક ઉપયોગ કરી વરૂણદેવને રીઝવવાનું છોડી, સૂર્યદેવની સૌર્ય ઉર્જાને પૂજી વીજપેદા કરી ટયુબવેલ ચલાવી પાણી મેળવી આકાશમાંથી નહીં તો પાતાળમાંથી પાણી મેળવી રહ્યા છે અને ખેતીમાં રોપણી શરૂ કરી છે. અને જાણે જગતને સંદેશો આપી રહ્યા છે કે આકાશમાંથી પાણી મેળવવા ભગવાનની ધૂન સાથે પાતાળમાંથી પાણી માટે સૌર્ય ઉર્જા વીજ ટેકનોલોજીની ધૂન હોવી જોઇએ.

દસક્રોઇ તાલુકાના વહેલાલ ગામમાં 12 ખેડૂતોએ સૂર્યદેવની સૌર્ય ઉર્જા શક્તિનો સોલાર ટેકનોલોજી પેનલ વડે વીજ પેદા કરી ટયુબવેલ ચલાવી પાણી મેળવી ડાંગરની રોપણી શરૂ કરી છે. ભલે આકાશમાંથી વરૂણદેવ પાણી વરસાવતા નથી. પરંતુ ઉપર આકાશમાં જ રહેલા સૂર્યદેવ પોતાની ઉર્જા વરસાવી રહ્યા છે. આ ઉર્જા પાણીરૂપે નથી કે જેનાથી કયારીઓ ભરી શકાય પરંતુ આ ઉર્જાને ટેકનોલોજીના માધ્યમથી વીજ પેદા થાય છે. જેનાથી પમ્પ ચલાવી જમીનની નીચે પાતાળમાં ભરેલા પાણી ખેચી લાવી જમીન ઉપરની કયારીઓમાં ભરી ડાંગરની રોપણી કરી રહ્યા છે.

વહેલાલના વીજ કંપનીના સ્કાય ફીડર થકી 12 જેટલા ખેડૂતોએ સોલર પેનલો થકી સૂર્યશકિતથી વીજળી પેદા કરી ટયુબવેલ ચલાવી રહ્યા છે અને તેના થકી પાણી મેળવી પાક પકવી રહ્યા છે. સરકારની સ્કાય યોજનામાં લોન વીમો અપાય છે. પેદા થયેલી વીજળી સરકાર ખરીદે છે. આમ ખેડૂત વીજ પણ પેદા કરે છે વીજ ઉપયોગ થકી બોરવેલ માથી પાણી ખેચી અનાજ – પાક પણ પેદા કરે છે. આમ આ વહેલાલના ખેડૂતોના કાર્યને જોઇ અન્ય ખેડૂતોએ પણ પ્રયાસ કરવો જોઇએ.

Loading...