૧૭ દિવસના નવજાતે કોરોનાને આપી મ્હાત

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝીટીવ શિશુની આંતરડાની જટિલ સર્જરી સફળતા પૂર્વક પાર પાડતા તબીબો

અમદાવાદ સિવિલ હોસ્પિટલ પ્રવર્તમાન સ્થિતીમાં અનેક પડકારોનો સામનો કરી રહી છે. કોરોનાને કારણે દર્દીઓના ઓપરેશન તબીબો માટે ખૂબ જ જટીલ બન્યા છે. એવામાં સિવિલમાં આયંત જટીલ કિસ્સો આવ્યો હતો જે બાળકનું હજુ નામકરણ પણ થયુ નથી તેને ‘ર્જજુનલ એટ્રેસિયાની બિમારી હતી.  જેના લીધે બાળક મળમુત્રનો નિકાલ કરી શકતુ ન હતું અને તેનું પેટ ફૂલી જતુ હતું.

બાળકને કોરોના પોઝિટીવ હોવાથી તબીબો માટે બાળકની સર્જરી પડકાર રૂપ બની હતી. વળી કોરોનાને કારણે બાળકને એનેસ્પોશિયા આપવામાં પણ જોખમ હતું. ઉપરાંત બાળકનું પણ ૨.૫ કિલો  હતુ છતા અમદાવાદ સિવિલના પિડિયા ટ્રીક પ્રોફેસર ડો જયશ્રીરામજી અને તેમની ટીમ દ્વારા આંતરડાના એટ્રેટીક હિસ્સાને સફળતા પૂર્વક દૂર કરાયો હતો. ત્યારબાદ નવજાતને નિયોનટેેલ ઇન્ટોસવ કેર યુનિટમાં શિફટ કરવામાં આવ્યુ અને ડો. રાકેશ જોશી, ડો જેલી વૈષ્ણવ અને ડો. ચારૂલ પુરાણી અને ટીમ દ્વારા બાળકની આવશ્યક સાર સંભાળ રાખવામાં આવી હતી.

હાલ બાળકનો કોરોના રીપોર્ટ પણ નેગેટીવ આવ્યો છે. નવજાતની હાલત સુધરતા ગઇ કાલે તેને રજા અપાઇ હતી. શિશુને કિલકિલાટ કરતા જોઇ તબીબો પણ આનંદિત થયા હતા. ખિલખિલટમાં માતા અને બાળકને ઘેર મોકલવામાં આવ્યા હતા.

Loading...