Abtak Media Google News

દ્વિપક્ષીય અભ્યાસની શ્રેણીમાં ભારતીય વાયુ સેના અને અમેરિકી વાયુ સેના વચ્ચે એકસકોપ ઈન્ડિયા-૧૮નું ચોથુ આયોજન

ભારતીય સેના અને અમેરિકી વાયુ સેના વચ્ચે દ્વિપક્ષીય અભ્યાસની શૃખલામાં એકસકોપ ઈન્ડિયા-૧૮ શરૂ થનાર છે. જેમાં ભારત અને અમેરિકાની વાયુ સેના સોમવારથી પશ્ચિમ બંગાળના કાલીકુંડા અને પાનાગઢ હવાઈ મથકોમાં ઓપરેશનલ કોર્ડીનેશન વધારવા માટે ૧૨ દિવસીય મીલીટ્રી ડ્રીલનો અભ્યાસ શરૂ કરશે.

ભારતીય વાયુ સેના અને અમેરિકન વાયુ સેના વચ્ચે એકસકોપ ઈન્ડિયા-૧૮ એક ચોથુ સંસ્કરણ છે જેમાં પહેલી વખત અભ્યાસ માટે ૨ વાયુ સેનાના મથકો ઉપર આયોજન કરવામાં આવી રહ્યું છે. આઈએએફએ એક બયાનમાં કહ્યું કે, અભ્યાસનો ઉદ્દેશ આપતી અને આતંકવાદીઓ સામે થતાં ઓપરેશન અંગે વધુ કાર્ય ક્ષમતા વધારવા તેમજ ઓપરેશનની ક્ષમતા સુધારવા ૧૨ દિવસની મીલીટ્રી ડ્રીલ કરવામાં આવશે.

અમેરિકાએ એફ-૧૫/ડી અને સી ૧૩૦ સૈન્ય વિમાનોને ભારતમાં મોકલ્યા છે. આઈએફએફ સુ-૩૦, એમકેઆઈ, જગુઆર, મીરાજ-૨૦૦૦, જે અને એડબલ્યુસીએસ વિમાનોનો મીલીટ્રી ડ્રીલ અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો છે. અમેરિકા અને ભારતીય વાયુ સેના એમ બન્ને દેશો વચ્ચે રક્ષા અને સુરક્ષાના સંબંધોને મજબૂત બનાવવાના ભાગરૂપે સહયોગ આપતા સંપૂર્ણ ડ્રીલનું સંચાલન વાયુસેના દ્વારા કરવામાં આવી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગત વર્ષે પોતાના કમાન્ડર ઈન ચિફના ‚પમાં દેશના પ્રથમ પ્રાઈમ ટાઈમ ટેલીવીઝનમાં પોતાની દક્ષિણી એશિયા નીતિનો ઉલ્લેખ કર્યો હતો કે, ભારત સાથે સંયુક્ત રાજય અમેરિકા રણનીતિની સાજેદારી સાથે આગળ વધવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

જૂન ૨૦૧૬માં અમેરિકાએ ભારતને ‘પ્રમુખ રક્ષા સહયોગી’ કહ્યું હતું. અમેરિકા ભારત સાથે રક્ષા વેપાર અને પ્રોદ્યોગીક ધોરણે પણ સારા સંબંધો બનાવવાના ઉદ્દેશ ધરાવે છે. વિશ્વ શાંતિના મુદ્દાને ધ્યાનમાં લઈ કેટલાક દેશો પોતાના સંરક્ષણને મજબૂત કરવાની મથામણમાં છે. ત્યારે મહાસત્તા કહેવાતુ અમેરિકા પણ ડિફેન્સ અંગે ભારતની પડખે ઉભુ રહેવા માંગે છે અને ભારત અને અમેરિકા વચ્ચે ટેકનોલોજી અંગે પણ કેટલાક કરારો થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.