મમ્મી પપ્પા તમને થેન્ક યુ…

આજે જીવનમાં જે વ્યક્તિ થકી મને મારું અસ્તિત્વ મળ્યું અને એક જીવનને વધુ શ્રેષ્ટ બનાવાની તક જેમને મને આપી તેવા આ મારા માતા-પિતા. આમ તો આ બે વ્યક્તિને આ બે શબ્દો “થેન્ક યુ” ખૂબ નાના પડે કારણ તેમને કરેલા સંઘર્ષ અને પ્રેમનો કોઈ હિસાબ ક્યારેય થઈ શકે જ નહીં. ત્યારે આજે મને આ લોકડાઉનમાં તેમની સાથે રહેવા અને વિશ્વ પેરેન્ટ્સ ડે પર તેમને મારી લાગણી કઈક આ રીતે વ્યક્ત કરવી છે. કે આ જીવનના સથવારે મે તમારી પાસેથી શું શિખ્યું?

હસતાં શીખ્યો

જીવનમાં હાસ્ય તે અનેક રીતે સામે આવે છે. પણ મારા હાસ્યનું કારણ તમે છો. હા, આજે તમારાથી મને હસ્તાં આવડ્યું છે. કારણ તમે મારી દરેક વાતને સમજી અને મારા મનમાં રહેલા સવાલોને દૂર કર્યા છે અને તેમાં હાસ્યને વિશેષ સ્થાન આપ્યું છે. ત્યારે આજે જ્યારે હું કોઈપણ વાત તમને કહું તો તમે એ વાતને મારા સુધી હસ્તાં જે રીતે પહોંચાડો છો તે મારા જીવનમાં હાસ્યનું એક સ્થાન આપે છે. આજે તમારા ચેહરા પર હાસ્ય જોતાં મારું દરેક દુ:ખ પળમાં દૂર થઈ જાય છે.

મનને સમજાવતા શીખ્યો

મારા જીવનમાં આવતા અનેક સવાલ સામે તમે જે રીતે મને ઉદાહરણ આપી અને મારા સવાલોને દૂર કરી મનને સ્થિર રાખી વિચારોને એક મંચ આપી તેને વ્યક્ત કરતાં શીખવ્યું. તે રીતે આજે તમારામાથી મે મનને પોતાના વિચારોને વાચા આપી અને આજે તેની સાથે અનેક જવાબ સામે આવ્યા છે. તેનાથી મારા મનના વિચારોને દર્શવ્તા ઉદાહરણ સાથે હું શીખ્યો છું.

આનંદ કરતાં શીખ્યો

જીવનના આ સથવારે તમારી થકી આજે હું જે છું તેમાં હું ખૂબ ખુશ છું તેના માટે તમને મમ્મી-પપ્પા થેન્ક યુ. દરેક સવાલ સાથે જે રીતે તમે મને સામનો કરતાં શીખવ્યું સાથે નાની તેમજ કોઈપણ મોટી વાતો સાથે જીવી અને તેનો ઉકેલ લાવી અને આનંદ કરતાં તમે મને શીખવ્યું.જીવનમાં મુશ્કેલી તો આવશે પણ તેનો સામનો કરી અને તેમાં આનંદ લેતા આપે મને શીખવ્યું.

તો આજે આ ખાસ દિવસે હું આપને થેન્ક યું કહું અને જીવનમાં આ બધું કરવા અને મારા વિચારો સાથે જીવનને કઈક અલગ બતાવી દુનિયા સાથે જોડતા શીખવ્યું તે માટે થેન્ક યુ.

Loading...