Abtak Media Google News

જિલ્લા કલેકટરે ફરીયાદનાં આધારે કાર્યવાહીના આદેશ આપતા ખાણ ખનીજ, રેવન્યુ અને પોલીસ વિભાગના અધિકારીઓએ હાથ ધર્યું કોમ્બિંગ

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા અંગેની વ્યાપક ફરિયાદો જિલ્લા કલેકટર કે. રાજેશ તથા જિલ્લા પોલીસ વડા મનીંદર પ્રતાપસિંહ પવારને મળતાં, ખાણ ખાણીજના અધિકારીઓ, રેવન્યુ અધિકારીઓ તથા પોલીસ અધિકારીઓની બનેલી સંયુક્ત ટીમ દ્વારા થાનગઢ વિસ્તારમાં સયુંકત કોમ્બિન્ગ હાથ ધરી, ખનીજ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી ટ્રેચટર,ચરખીઓ, ખનીજ તેમજ ખનીજ કાઢવાના સાધનો સહિત આશરે ૨૧,૯૩,૫૦૦ નો મુદ્દામાલ પકડી પાડી, કાયદેસર કાર્યવાહી* હાથ ધરવામાં આવતા, ખનીજ માફિયાઓમાં નાસભાગ મચી ગઇ છે.

રેઈડ કરનાર ટીમો દ્વારા ખાખરોળી તથા જામવાળી ગામની સીમમાંથી ખનીજ ખનન માટે વપરાતી ચરખીઓ ઓઇલ એન્જીન સહિત ૦૫ તથા ઓઇલ એન્જીન વગરની ચરખી ૦૪ એમ કુલ ૦૯ તથા ટ્રેકટર ૦૪ કંમ્પરેશર ૦૪  તથા  ૧૦ ટન જેટલી કાર્બોસેલનો જથ્થો મળી, કુલ ૨૧,૯૩,૫૦૦/-નો મુદામાલ જપ્ત કરી, થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી, ખાણ ખનીજ ખાતા તરફી સર્વે તથા ઇન્ક્વાયરી સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. થાનગઢ તાલુકાના ખાખરાળી તથા જામવાળી ગામની સીમમાં  સયુંકત ટીમ દ્વારા એક સાથે છાપો મારતા, ખનીજ માફિયાઓ પોતાની સાધન સામગ્રી, વાહનો તથા કાઢવામાં આવેલ ખનીજ કાર્બોસેલ છોડીને નાસી ગયા હતા. આ જગ્યાએ કોના દ્વારા ગેર કાયદેસર ખનીજ ખનન કરવામાં આવી રહેલ હતું..? ખનીજ ખનન કરાવનાર માસ્ટર માઈન્ડ કોણ છે..? પકડાયેલ વાહનો કોના છે…આરોપીઓ કોણ કોણ છે…? વિગેરે બાબતે ખાણ ખનીજ ખાતા દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.