Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ટાઉન માંથી સોસાયટી વિસ્તારમાંથી એક ૧૬ વર્ષીય સગીર કિશોરીનું ઉત્તરપ્રદેશના પરપ્રાંતીય મજૂર કમલેશ ભૈયા હન દ્વારા લગ્નની લાલચ આપી, સવારે આઠ વાગ્યાના અરસામાં અપહરણ કરવામાં આવેલ હતું.

સગીર કિશોરીના કુટુંબીજનોએ થાનગઢ પોલીસનો સંપર્ક કરવામાં આવતા, થાનગઢ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને ગણતરીના કલાકોમાં અપહૃત સગીર કિશોરી અને અપહરણ કરનાર આરોપી કમલેશ ભૈયાને કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી રેલવે ક્રાઇમબ્રાંચ/એસ.ઓ.જી.ની મદદથી પકડી પાડી, કબ્જો મેળવેલ છે..

આ બાબતે અપહૃત કિશોરીના પિતાએ થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે દીકરીના ભવિષ્ય તથા ઉંમરને ધ્યાને લઇ, ફરિયાદ કરવાનું ટાળેલ હોય, તેમ છતાં, થાનગઢ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. દીપક ઢોલ તથા સ્ટાફ દ્વારા  *આરોપી શ્યામ ઉર્ફે કમલેશ હનુમંતભાઈ જાતે નિશાંત રાજપૂત હાલ રહે.

જૂના મફતિયાપરા, કમળ ફેકટરી પાસે, થાનગઢ જી.સુરેન્દ્રનગર મૂળ રહે. શિકરોડી ગામ થાણા કુરારા જી. હમીરપુર ઉત્તરપ્રદેશની ધરપકડ* કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી શ્યામ ઉર્ફે કમલેશ ભૈયાની ધરપકડ કરી, ક્રિમીનલ પ્રોસિજર એકટ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે….

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.