Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મનીંદર પ્રતાપસિંહ પવાર સાહેબ દ્વારા આગામી થાનગઢ તાલુકાના તરણેતર ખાતે સુપ્રસિદ્ધ લોકમેળો યોજાનાર હોઈ, તરણેતર મેલા અનુસંધાને જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસરકારક ચેકીંગ કરી ગેર કાયદેસર હથિયારો શોધી કાઢવાની ઝૂંબેશ હાથ ધરવા સુચનાઓ કરવામાં આવેલ છે…

જિલ્લા પોલીસ વડા મનીંદર પ્રતાપસિંહ પવાર સાહેબની સૂચના આધારે લીંબડી ડીવાયએસપીશ્રી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ થાનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર ડી.એમ.ઢોલ, પો.સ.ઇ. એમ.આર.પલાસ તથા હે.કો. હિતેશભાઈ આર. માંડાણી, રામભા ડી. રાજૈયા તથા પો.કો. સુરેશભાઇ મકવાણા, મેહુલભાઇ સોલંકી, નટવરભાઈ સોરમીયા, ઇન્દ્રજીતસિહ પરમાર, કરશનભાઈ લોહ, આલાભાઇ રોજીયા, સહિતની સ્ટાફની ટીમ પેટ્રોલીંગ દરમિયાન હે.કો. હિતેશભાઈ માંડાણીને મળેલ બાતમી આધારે ખાખરાથળ ગામે આવેલ કાનપર ચોકડી ખાતે વોચમાં હતા, તે દરમિયાન આરોપી અશોકભાઇ માધાભાઈ સારલાની અંગઝડતી કરતા, નેફામાથી એક ગેરકાયદેસર દેશી હાથ બનાવટના કટુ (તમંચો) કિંમત રૂ. 5000/- તથા કાર્ટીસ નંગ એક કિ..રૂ 100/- તથા મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂ. 500/- ગણી કુલ કિંમત રૂ. 5600/- ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે. આ બાબતે થાનગઢ પોલીસ સ્ટેશનના હે.કો. હિતેશભાઇ માંડાણીએ સરકાર તરફે ફરિયાદી બની, આરોપી અશોકભાઈ માધાભાઈ સારલા જાતે.ચુ.કોળી રહે. ખાખરાથળ, થાનગઢ વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ગુન્હો દાખલ કરાવેલ છે…

પકડાયેલ આરોપી અશોકભાઈ માધાભાઈ સારલા જાતે.ચુ.કોળી રહે. ખાખરાથળ, થાનગઢની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા, પકડાયેલ હથિયાર હીરાભાઇ કરશનભાઈ રંગપરા રહે. ખાખરાથળ, થાનગઢ પાસેથી મેળવી શોખ પુરો કરવા માટે રાખેલ હોવાની કબુલાત કરેલ છે.

આ પકડેલ હથિયાર અંગે સઘન પૂછપરછ કરી આગળ ની તપાસ થાનગઢ પો.સ્ટે.ના પી.એસ.આઈ. એમ.આર.પલાસ નાઓ ચલાવી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.