ટેકસ બ્રાન્ચની ધોંસ: ૧૬ મિલકતો સીલ, ૫૩ને જપ્તી નોટિસ

બજેટમાં રિવાઈઝડ કરવામાં આવેલા રૂા.૨૪૬ કરોડના ટાર્ગેટને હાસલ કરવા માટે ટેકસ બ્રાન્ચે પુરી રીતે શસ્ત્રો સજાવી લીધા છે. આજે શહેરના તમામ ૧૮ વોર્ડમાં હાર્ડ રીકવરી શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત બપોર સુધીમાં ૧૬ મિલકતો સીલ કરી દેવામાં આવી હતી અને ૫૩ મિલકતોને જપ્તી નોટિસ ફટકારવામાં આવી છે. રૂા.૧.૦૩ કરોડની વસુલાત થવા પામી છે.

આ અંગે ટેકસ બ્રાન્ચના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે હાથ ધરવામાં આવેલી ટેકસ રિકવરીની કામગીરી દરમિયાન શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં પાંચ યુનિટ સીલ કરવામાં આવ્યા છે. જ્યારે ૧૯ મિલકતોને જપ્તી નોટિસ ફટકારવામાં આવી છે. રૂા.૮૦.૧૩ લાખની વસુલાત થવા પામી હતી. વેસ્ટ ઝોનમાં ૭ મિલકતો સીલ કરાઈ છે અને ૨૦ મિલકતોને જપ્તી નોટિસ ફટકારવામાં આવતા રૂા.૧૧.૬૦ લાખની વસુલાત થઈ હતી. જ્યારે ઈસ્ટ ઝોન વિસ્તારમાં ૪ મિલકતો સીલ કરી દેવામાં આવી હતી અને ૧૪ મિલકતોને જપ્તી નોટિસ ફટકરવામાં આવતા રૂા.૧૨ લાખની વસુલાત થવા પામી છે.

આજે ત્રણેય ઝોનમાં મળી કુલ ૧૬ મિલકતો સીલ કરી ૫૩ને જપ્તી નોટિસ આપવામાં આવી હતી. અને આવનારા દિવસોમાં પણ હાર્ડ રીકવરી યાવત રાખવામાં આવશે.

હોટલ સીલ્વર સેન્ડને  ફટકારાઈ નોટિસ

આજે હાથ ધરવામાં આવેલી ટેકસ રીકવરીની કામગીરી દરમિયાન ટેકસ બ્રાંચ દ્વારા શહેરના વોર્ડ નં.૭માં લીમડા ચોક વિસ્તારમાં આવેલ હોટલ સીલ્વર સેન્ડ પાસેથી બકી વેરો વસુલવા માટે જપ્તી નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત શિવાલીક-૫માં ૩ યુનિટ, શિવાલીક-૭  એક યુનિટને જપ્તી નોટીસ અને ૨ યુનિટ સીલ કરાયા જ્યારે ફેડરલ બેંકની ભક્તિનગર શાખાને જપ્તી નોટિસ ફટકારવામાં આવી હતી. પાર્થ વિદ્યાલય પાસે રિકવરીની કામગીરી હાથ ધરાતા તેઓએ બાકી વેરા પેટે ચેક આપી દીધો હતો.

Loading...