Abtak Media Google News

કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી, ત્રિકોણબાગ, કિશાનપરા ચોક, પેડક રોડ, રૈયા ચોકડી, કે.કે.વી હોલ અને બાલાજી હોલ પાસે સવારે ૯ થી સાંજના ૫ વાગ્યા સુધી કોર્પોરેશનની આરોગ્ય શાખાની ટીમ કરી આપશે નિ:શુલ્ક કોરોના ટેસ્ટીંગ

દિવાળીના તહેવાર બાદ રાજકોટમાં જાણે કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો હોય તે રીતે સતત કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. કોરોનાની ચેઈન તોડવા માટે મહાપાલિકા દ્વારા આજથી ફરી અલગ અલગ ૭ સ્થળે ટેસ્ટીંગ બુથ શરૂ કરવામાં આવ્યા છે. જ્યાં લોકોને વિનામુલ્યે એન્ટીજન ટેસ્ટ કરી આપવામાં આવશે.

અગાઉ કોર્પોરેશન દ્વારા અલગ અલગ ૧૧ સ્થળોએ એન્ટીજન ટેસ્ટ માટે બુથ શરૂ કરવામાં આવ્યા હતા. દરમિયાન કોરોનાનું સંક્રમણ ઘટતા આ બુથ બંધ કરી દેવામાં આવ્યા હતા. દિવાળીના તહેવાર બાદ શહેરમાં કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. ખાનગી અને સરકારી કોવિડ હોસ્પિટલો ફરી દર્દીઓથી ઉભરાવા લાગી છે. કોરોનાને પ્રસરતો અટકાવવા માટે આજથી કોર્પોરેશન દ્વારા સેન્ટ્રલ ઝોન કચેરી, ત્રિકોણબાગ, કિશાનપરા ચોક, સામાકાંઠે પેડક રોડ પર બાલક હનુમાનની જગ્યા પાસે, રૈયા ચોકડી, ૧૫૦ ફૂટ રીગ રોડ પર કે.કે.વી. હોલ અને બાલાજી હોલ પાસે ટેસ્ટીંગ બુથ આજથી શરૂ કરી દેવામાં આવ્યા છે. જ્યાં લોકોને સવારે ૯ થી લઈ સાંજના ૫ વાગ્યા સુધી કોરોના અંગેનો એન્ટીજન ટેસ્ટ વિનામુલ્યે કરી આપવામાં આવશે. અહીં શરીરનું ટેમ્પરેચર અને ઓક્સિઝન પણ ટેસ્ટ કરી આપવામાં આવશે. કોરોનાની ચેઈન તોડવા માટે સામાન્ય તાવ, શરદી, ઉધરસથી પીડાતા લોકોએ એન્ટીજન ટેસ્ટ કરાવવા મહાપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.

જેટલી ઝડપથી નિદાન સારવાર થાય તેટલી ઝડપથી કોરોના સંક્રમણ રોકી શકાય: ડો. પંકજ રાઠોડ

Dsc 1386

દિવાળીના તહેવાર બાદ સંક્રમણ વધ નહિ તે માટે જયાં લોકોની  અવર જવર વધારે છે તે એવી સાત જગ્યાએ એન્ટીઝન ટેસ્ટીંગ બુથ શરૂ કરેલું છે. જયાં વિનામૂલ્યે સેવા ઉપલબ્ધ છે. કોરોનામાં જેટલી  ઝડપથી તપાસ અને સારવાર થાય એટલું ઝડપથી આપણે સંક્રમણ રોકી શકીએ, અને કોઇપણ જાતના ગંભીર પરિણામોથી બચી શકીએ સાથે સાથે રાજકોટ શહેરમાં માસ્ક અને સોશ્યિલ ડીસ્ટન્સનું ચુસ્તપણે અમલ ચાલુ કરેલું છે. રાજકોટ શહેરમાં અત્યારે ર૧ આરોગ્ય કેન્દ્ર ૫૦ ધનવંતરી રથ, અને રપ સંજીવની રથ ઉપલબ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.