Abtak Media Google News

મુરલી વિજય હવે ઇંગ્લીશ કાઉન્ટી ચેમ્પીયન માટે એસેકસમાં રમશે

ઇગ્લેન્ડ સામની પહેલી બે મેચોમાં નબળા પ્રદર્શનને કારણે ભારતીય ક્રિકેટના ઓપનીંગ બેટસમેન મુલી વિજયને થર્ડ ટેસ્ટમાંથી બહાર કરવામાં આવ્યા હતો. વિજયને ૧૮ મેમ્બરની ટીમમાં પણ સ્થાન આપવામાં આવ્યું ન હતું. ૩૪ વર્ષીય ક્રિકેટરે અંગ્રેજીની ધરતી પર હાર્યા બાદ નોટીંગામશીર સામેની કન્ટ્રી ક્રિકેટમાં વિજયે સેકન્ડ ઇનીગ્સમાં સદી ફટકારી પોતાની સામર્થતા સિઘ્ધ કરી બતાવી છે. મુરલીએ ૧૭૩ બોલમાં ૧પ ચોગ્ગા ફટકાર્યા હતા. મેચની પહેલી ઇનીંગમાં ૫૬ રન સાથે વિજયે કમ બેક કર્યુ હતું.

પહેલી ઇનીંગમાં નવ બાઉન્ડ્રી સાથે વિજય આત્મવિશ્વાસ સાથે રમ્યો હતો. બીજી ઇનીગ્સમાં તેણે પોતાનું પ્રદર્શન વધુ આક્રમક દેખાડયું હતું. વિજયે ૧૭૩ બોલમાં શતક ફટકારી હતી. તેથી હવે ચોથી ઇનીગ્સમાં ૨૮૨નો ટાર્ગેટ સરળ લાગી રહ્યો છે. વિજયને તાજેતરમાં જ ભારત-ઇગ્લેન્ડની સીરીઝમાં સ્થાન અપાયું છે. તેણે પહેલી બે મેચોમાં ૨૦, ૬, ૦ અને ૦ સ્કોર કર્યો હતો. જેમ્સ એડરસન અને સ્ટુઆર્ટ બ્રોક સામે વિજયનો સંઘર્ષ રહ્યો હતો. પરંતુ ભારતીય ક્રિકેટમા તેણે ફરી વખત તેની ક્ષમતાની સાબીત કરી બતાવી છે.

ઉલ્લેખનીય છે કે વિજયે એસેકસમાં જોડાવવાની મંજુરી આપી છે. ઇગ્લીશ સાઇડ કાઉન્ટી એમ્પીયનશીપમાં કેમ્પેઇનમાં એકકસના કોચ એન્થની મેકગ્રાથની ટીમમાં મુરલી આવવાથી કોચે ખુશીની લાગણી વ્યકત કરી હતી. તેણે કહ્યું કે અમે ખુબ જ ખુશ છીએ કે મુરલીએ અમારી ટીમમાં રમવાનું પસંદ કર્યુ છે તે ખુબ જ મહાન બેટસમેન છે વિજયની રન મેળવવાની સ્ટ્રેટજી ગમે પલટો કરવાની ક્ષમતા ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.