Abtak Media Google News

જમ્મુ-કાશ્મીરમાં એક તરફ સેના દ્વારા આતંકવાદનો ખાતમો કરવાની નિર્ણાયક કામગીરી સતત જારી છે તો બીજી તરફ પોતાનું અસ્તિત્વ ટકાવવા આતંકીઓ સતત જુલ્મ આચરી રહ્યા છે. રઘવાયા થયેલા આતંકીઓએ જમ્મુના બડગામમાંથી ગઈકાલે મોડી સાંજે એક મહિનાની રજા પર આવેલા સેના જવાનને તેના ઘરમાંથી ઉપાડી ગયાનો બનાવ સામે આવ્યો છે. જમ્મુ-કાશ્મીરના બડગામ જીલ્લામાં રહેતા સેનાના જવાન મોહમ્મદ યાસીન ભટ્ટ એક મહિનાની છુટ્ટી ભોગવવા વતન હાજીપુર આવ્યો હતો ત્યારે શુક્રવારે મોડી સાંજે બંદુકધારીઓએ તેની ઘર ઉપર ઘોષ બોલાવી મોહમ્મદ યાસીન ભટ્ટનું અપહરણ કરી લઈ ગયા હતા. આ ઘટના ત્યારે સામે આવી કે જયારે જેશ એ મોહમ્મદના આત્મઘાતી હુમલાના પગલે કાશ્મીર ખીણમાં સંગીત સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરવામાં આવી છે. ગયા વર્ષે જુન મહિનામાં કુચમાં પરિવાર સાથે ઈદ મનાવવા આવેલા ઔરંગાઝેબનું ત્રાસવાદીઓ અપહરણ કરી ગયા હતા અને તેની હત્યા કરી દેવામાં આવી હતી. શ્રીનગરથી ૨૫૦ કિલોમીટર દુર આવેલા મેંઢર અને સલાની ગામોમાં આ ઘટનાએ ભારે દુ:ખ ફેલાવ્યું હતું. ઔરંગઝેબની જેમ જ અગાઉ પણ આતંકીઓએ જવાનની હત્યા કરી હતી.

મોહમ્મદ યાસીન ભટ્ટ એક મહિનાની રજા ઉપર હાજીપુર આવ્યો હોવાનું આતંકીઓએ જાણી લીધા બાદ આતંકીઓનું એક હોવું હથિયારો સાથે સૈનિકના ઘેર ઘસી ગયું હતું અને બંદુકના નાળચે તેનું અપહરણ કરી લીધું હતું. સેનાના જવાનનું સરાજાહેર અપહરણ કરી લેવાયાની આ ઘટના પગલે સમગ્ર જીલ્લામાં હાઈએલર્ટ જારી કરી દેવામાં આવ્યા છે. પુલવામાં આત્મઘાતી હુમલા બાદ સેનાઓ આતંકીઓ વિરુઘ્ધ શરૂ કરેલી જવાબી કાર્યવાહીથી દેશના દુશ્મનો માટે ભો ભારે થઈ પડી છે. સેનાના આ આક્રમક વલણને કોઈપણ રીતે ઠંડુ પાડવા અલગતાવાદીઓ સેનાનું મારેલ ડાઉન થાય અને લોકો ભયભીત થઈ આતંકવાદીઓના ખોફમાં રહે તે માટે આતંકીઓ રઘવાયા બન્યા હતા.

સેનાના જવાનની અપહરણ થવાની આ ઘટનાને પગલે સ્થાનિક વહિવટીતંત્ર અને તેના દ્વારા અપહ્યત જવાનની ભાળ મેળવવા ચક્રો ગતિમાન થયા છે. સેના જવાન મોહમ્મદ યાસીન ભટ્ટ સેનામાં અલગતાવાદીઓ સામે આક્રમક તેવર અને તેના વતનમાં અને તેના આસપાસના યુવાનો આતંકવાદીઓની વાતોમાં ન આવે અને સારા દેશભકિત બની રહે તે માટે સતત યુવાનોને માર્ગદર્શન આપતા હતા. મોહમ્મદ યાસીન ભટ્ટને છોડાવવા સેનાએ ઓપરેશન હાથ ધર્યું છે. પુલવામા આત્મઘાતી હુમલા બાદ ભારતની સર્જિકલ સ્ટ્રાઈકની કાર્યવાહીથી હચમચી ઉઠેલ પાકિસ્તાનને હજુ કળવળી ન હોય તેમ બાલાકોટમાં જૈશ ના હેડ કવાર્ટરને મદ્રેસાઓનો જયાં સફાયો કરી નાખવામાં આવ્યો હતો. તે સ્થળની મુલાકાતે જવાના પત્રકારોના પ્રયાસોને નવ દિવસમાં ત્રીજીવાર પાકિસ્તાન સરકારે અટકાવી દીધા છે. ભારતીય વાયુદળે જયાં સર્જિકલ સ્ટ્રાઈક કરીને જેશના અડ્ડાઓ અને મદ્રેસાઓનો ખાતમો બોલાવ્યો હતો ત્યાં ઉતર-પૂર્વ પાકિસ્તાનના પહાડી વિસ્તારમાં ટેકરા ચડીને હુમલાના સ્થળની સાઈટ વિઝિટે ગયેલા પત્રકારોને પાકિસ્તાનના સુરક્ષા જવાનોએ રોકી લીધા હતા.

જયાં સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી છે ત્યાં જવા માટે સ્થાનિક પત્રકારોએ નવ દિવસમાં ત્રણવાર પ્રયાસો કર્યા હતા પરંતુ તેમને સેનાએ અટકાવી દીધા હતા. સ્થાનિક ગામવાસીઓનું કહેવું છે કે જયાં હવાઈ હુમલા કરવામાં આવ્યાં ત્યાં ધાર્મિક શિક્ષણ કેન્દ્રનું જૈશ એ મોહમ્મદ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું. ભારત સરકારે એ જગ્યા ટેરેરિસ્ટ કેમ્પ હોવાનો દાવો કર્યો હતો. ભારતના વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું હતું કે, સર્જિકલ સ્ટ્રાઈકમાં મોટી સંખ્યામાં આતંકીઓનો જૈશ એ મોહમ્મદના આત્મઘાતીઓ, તેમને ટ્રેનિંગ આપનારાઓ અને કમાન્ડરોનો મોટો જેહાદી સમુહ આ ટ્રેનિંગ કેમ્પમાં સાફ કરી દેવામાં આવ્યો હતો.

પાકિસ્તાન સુરક્ષા અધિકારીઓએ સર્જિકલ સ્ટ્રાઈકવાળી જગ્યાએ જવાનો રસ્તો સુરક્ષાના કડક લઈ લીધા છે. આતંકવાદ ટ્રેનિંગ કેમ્પ મુદ્દે પાકિસ્તાનની પોલ ખુલી જાય તેવી સ્થિતિને પગલે પાકિસ્તાન સર્જિકલ સ્ટ્રાઈકનો ઈન્કાર કરી રહ્યું છે અને કોઈપણ પ્રકારની નુકસાની કે જાનહાની ન થઈ હોવાનું સતત રટણો કરતું રહ્યું છે. હવે જો આ સ્થળે પત્રકારો મુલાકાત લેતા પાકિસ્તાનની બધી પોલ છતી થઈ જતી હોવાથી આ સ્થળ પરની મુલાકાતના પત્રકારોના પ્રયાસોને સતત અટકાવવામાં આવી રહ્યા છે. ખરાબ હવામાન અને ખાસ કારણોસર અત્યાર સુધી પાકિસ્તાન સૈન્યએ પણ બે વાર રિપોર્ટરની વિઝીટ અટકાવી હતી. અમેરિકાએ ઈસ્લામાબાદને આતંકવાદીઓ સામે આકરી કાર્યવાહીના નિર્દેશો આપ્યા છે.

પાકિસ્તાન પર અત્યારે આતંરરાષ્ટ્રીય સ્તરે ભારે દબાણ પ્રવર્તી રહ્યું છે એર સ્ટ્રાઈકે બાલાકોર્ટમાં સર્જિકલ સ્ટ્રાઈકમાં આતંકીઓનો સફાયો થઈ ગયો હતો. મસુદ અઝહરને વૈશ્વીક આતંકવાદી જાહેર કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે સર્જિકલ સ્ટ્રાઈકવાળી જગ્યાએ જો પત્રકારો પહોંચી જાય તો પાકિસ્તાનની પોલ પકડાઈ જતી હોવાથી નવ દિવસમાં ત્રણ વખત પત્રકારોને અટકાવી દેવાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.