Abtak Media Google News

જમ્મુમાં સંઘના નેતા પર આતંકવાદીઓએ ગોળીબાર કરી હત્યા કરી, જયારે છત્તીસગઢ, બસ્તરમાં થયેલા નક્સલી હુમલામાં ભાજપના ધારાસભ્ય અને ચાર પોલીસ જવાનોના મોત

લોકસભાની ચુંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ દેશની શાંતિ પલિતો ચાંપતવાના રાષ્ટ્રવિરોધી તત્વો ભુરાયા થયા હોય તેમ છત્તીસગઢના દાંતીવાડાના નકસવાદીઓના હુમલામાં ભાજપના ધારાસભ્ય અને ચાર જવાનોની નિમર્મ હત્યાની શાહી હજુર સુકાઇ નથી ત્યાં જ જમ્મુમાં આર.એસ.એસ. નેતા અને તેમના સાથીદારની નિર્મમ હત્યાનો બનાવ સામે આવ્યો છે.

જમ્મુના કિરતવાડ જીલ્લામાં સર્જાયેલી આ હત્યા અંગે સત્તાવાર રીતે કરવામાં આવેલી જાહેરાત મુજબ બપોરે સાડાબાર વાગ્યાના સુમારે કિરતવાડની મેઇન બજારમાં આવેલી હોસ્પિટલમાં આવેલા અજાણ્યા આંતકીઓએ ગોળીબાર કરી આરએેસએસના આગેવાન ચંદ્રકાંત શર્માને ગોળીઓ ધરબી દીધી હતી. આ ગોળીબારમાં કોન્સ્ટેબલ રાજીન્દરકુમારનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું. હુલલાખોર ને પણ સુરક્ષા જવાનની ગોળીઈ વિંધી નાખ્યો હતો. ઘવાયેલા ચંદ્રકાંત શર્માને તાત્કાલીક જમ્મુની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલા જ શર્માને મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા.

શર્માના પાર્થીવ દેહને હેલિકોપ્ટર મારફત તેના વતન પહોચાડવામાં આવ્યો છે. આરએસએસ ના નેતાની નિર્મમ હત્યાના પગલે કિરતવાડ શહેરમાં સરકારની નિષ્ફળતા અંગે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. શહેરમાં રેહાઇ ચોકમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. જીલ્લા પ્રસાશને ને તાત્કાલીક સમગ્ર વિસ્તારમાં કફર્યુ તૈનાત કરી દીધો હતો. અને ભંડેરવા સહિતના આસપાસના વિસ્તારમાં અફવાઓની આરાજકતા ન ફેલાય તે માટે જીલ્લા પ્રસારાને ઇન્ટરમેટ સ્થગિત કરી દીધું હતું.

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સમગ્ર વિસ્તારમાં કફર્યુની સાથે સાથે ડોડા અને કિરતવાડમાં મોબાઇલ સેવા પણ સ્થગીત કરી દેવામાં આવી હતી. આજે કિરતવાડ પરેડ ગ્રાઉન્ડમાં સ્વર્ગસ્થની અંતિમ વિધિ આયોજન કરવામાં આવ્યું હતું.

હુમલો કરીને આતંકીઓ હથિયારો પણ લઇ ગયા હોવાનો જમ્મુના આઇ.જી.પી. મનોજકુમારે માહીતી આપી હતી. પોલીસે સમગ્ર વિસ્તારમાં અલગતાવાદી ઓના એક એક ઘરની તલાસી શરુ કરી દીધી છે. પોલીસ સેના અને સરહદીય સુરક્ષા દળે કિરતવાડમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. કિરતવાડ જીલ્લા વિકાસ સમીતીનો સંપર્ક કરતાં કમીશનર અંગ્રેજસિંધ રાણાએ જણાવ્યું હતું કે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે જીલ્લા પ્રસાશને સેનાની મદદના નિર્ણય લીધો છે. શહેરી વિસ્તારમાં આંતરીક સુરક્ષા વ્યવસ્થા જળવાય રહે તે માટે કિરતવાડ શહેર અને આસપાસ ના વિસ્તારમાં કફર્યુ તેનાત કરવામાં આવ્યું છે.

જયારે છત્તીસગઢના વસ્તર જીલ્લાના દાંતીવાડા પ્રાંતમાં નકસલવાવાદીઓએ સુરંગ વિસ્ફોટથી ભાજપના ધારાસભ્યના કાફલાને નિશાંત બનાવ્યાની ઘટનામાં ધારાસભ્યની બુલેટપ્રુફ મોટરને ઉડાવી દેવાતા ધારાસભ્ય અને ચાર પોલીસ જવાનોના ઘટના સ્થળે જ મોત નિપજયા હોવાના બનાવે સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધા હોવાના અહેવાલો મળી રહ્યા છે. બસતર લોકસભાની બેઠકની ચૂંટણીના પ્રચારમાં જોડાયેલા ભાજપના ધારાસભ્ય ભીમા માંડવીના ત્રણ વાહનોના કાફલાને આંકડાથી ચાર કીમી દુર માવોવાદીઓએ નિશાન બનાવી બુલેટપ્રુફ એસયુવી કારને ઉડાવી દેતા ધારાસભ્ય અને ચાર જવાનો ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયા હતા.

ડીજીપી ડી.એમ. અવસ્થીએ આપેલી માહીતી મુજમ ભીમા માંડવી બુલેટપ્રુફ મોટર ચુંટણી પ્રવાસ કરી રહ્યા હતા. નકસલ વાદીઓએ ચોકકસ બાતમી મેળવી ભીમ માંડવી કઇ મોટરમાં બેઠા છે. અને કયા કયા રુટ પરથી કેટલા વાગે પસાર થવાના છે. તેની ચોકકસ બાતમી મેળવીને જેવી ભીમમાંડવીની બુલેટપ્રુફ સ્કોરપીયો અગાઉથી ગોઠવેલી સુરંગ પરથી પસાર થતાં જ વિસ્ફોટ કરીને માવોવાદીઓએ ગાડી ઉડાડી દીધી હતી.

ડીજીએ જણાવ્યું હતું કે ધારાસભ્ય ને પોતાના રૂટ ઉપર સુરંગો પથરાય ગઇ હોવાની ચેતવણી આપી હતી. પરંતુ ભીમમાંડવી એક આ ચેતવણીને અવગણીને આ ચુંટણી પ્રચાર જારી રાખ્યો હતો. તેવું એસ.પી.પલ્લવે જણાવ્યું હતુ. ભાજપે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો કે બસ્તરમાં સુરક્ષા ધટાડી નાખવામાં આવી હતી. સામે પોલીસે જણાવ્યું હતું. કે ભોગ બનનાર ધારાસભ્યએ પોલીસની સુચના અવગણી હતી.

નકસલવાદીઓના હુમલાનો ભોગય બનનાર ધારાસભ્ય ભીમમાંડવી દાંતીવાડા પ્રદેશમાં પ્રચાર કરી રહ્યા હતા. ત્યારે તેમના કાફલા સાથે નેતાપુર, તન્નેનડ નેતાપાલ અને આસપાસના વિસ્તારોમાંથી દાંતીવાડા ભાજપ કાર્યાલય સુધી પચાસથી વધુ મોટર સાયકલ રેલીનું આયોજન કર્યુ હતું. આ રેલી પછી પ્રવાસ કાર્યક્રમ પુરો કરવાની જાહેરાત કર્યા બાદ બચેલી જવા માટે કિરણફુલ જવા ભીમમાંડવીનો કાફલો બપોરનું ભોજન કર્યા બાદ રવાના થયો હતો.

છત્તીસગઢના સંવેદનશીલ વિસ્તાર ગણાતા આ સમગ્ર વિસ્તારમાં માવોવાદીઓનો મોટો પ્રભાવ માનવામાં આવે છે. બરોલી સીપીઆઇ શિલાિેદન્યસિંઘે ધારાસભ્ય ભીમ માંડવી ને આ રસ્તો બંધ હોવાની અને ‚ટબદલવાની વિનંતી કરી હતી. અને કોઇપણ જાતની સુરક્ષા વગર આકનડ્ડા રસ્તા પરથી પસાર થવાની ના પાડી હતી.

ધારાસભ્ય ભીમભાઇ માંડવીને ચુંટણી પ્રચાર અને પ્રવાસ દરમિયાન ૫૦ જીલ્લા સુરક્ષા જવાનોની સુરક્ષા પ્રદાન કરવામાં આવી હતી. પરંતુ આ હુમલો થયો તે પહેલા તેમણે પોતાનો ચુંટણી પ્રવાસ પુરો થઇ ગયો હોવાનું જણાવીને સુરકારે આપેલી સુરક્ષા પરત કરી દીધી હતી. ડીજીપીએ જણાવ્યું હતું કે આ બ્લાસ્ટ થયું તે બે મીનીટ પહેલાં જ તેમની સાથે સંવેદનશીલ રુટ ઉપર સુરક્ષા જવાનો વિના ન જવા હિમાયત કરી હતી. પરંતુ ધારાસભ્ય ભીમમાંડવીએ પ્રસાશનની વાત ઘ્યાને લીધી ન હતી.

ભાજપના ધારાસભ્ય ભીમા માંડવી અને ચાર જવાનોની છત્તીસગઢના દાંતીવાડા ૅમાં મતદાનના પ્રથમ તબકકા પૂર્વ જ નકશલીઓએ કરેલી હત્યાના સમગ્ર દેશમાં  ધેરા પડઘા પડયા છે. ભાજપ અઘ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે નકશલીઓની આ કાયરતા ભાજપને નકશલવાદ સામે લડતા અટકાવી નહિ શકે. ગઇકાલે છત્તીસગઢના દાંતીવાડામાં ધારાસભ્ય ભીમા માંડવીના કાફલાને સુરંગ વિસ્ફોટથી ઉડાવી દેવાની ઘટનાને કાયરતા પૂર્ણ કૃત્ય ગણાવીને ભોગ બનનાર ધારાસભ્યોના પરિવારને હિંમત આપી હતી.

બચેલીથી ઉવકોન્હા જતા કાફલાને શ્યામગીરી પર્વતીય વિસ્તારમાં અગાઉથી ગોઠવેલી સુરંગનો ઉપયોગ કરીને ધારાસભ્ય ભીમા માંડવી અને ચાર જવાનોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. સુરંગ વિસ્ફોટથી વાહન ઉડાડવી દીધા બાદ નકશલીઓએ ગોળીબાર કરીને સુરક્ષા જવાનોને મોતને ઘાટ ઉતારી દેવાના બનાવને ભાજપ અઘ્યક્ષ અમિત શાહે આહમતાને કાયરતાનું પ્રતિક ગણાવ્યું હતું. અમિત શાહે જણાવ્યું હતું કે આ કાર્યરતા ભર્યુ કૃત્ય ભાજપને નકશલવાદ સામેની પરિણામ દીપી લડાઇ લડતા હરગીજ અટકાવી નહિ શકે તેમણે ભાજપના ધારાસભ્ય ની હત્યાને વખોડીને હતાશા નકશલીઓની માનસિકતાની હત્યાને વખોડીને હતાશ નકશબીઓની માનસિકતાની કાયરતાનું ઉદાહરણ ગણાવીને નકશલવાદને ખતમ કરવાનો પુન: ઉચ્ચાર કર્યો હતો.

અમિત શાહે ભોગ બનનાર ધારાસભ્ય ભીમા માંડવી અને રાષ્ટ્રસેવા કરતાં કરતાં વહોરેેલી  શહીદી માટે વિર જવાનોને અંજલી આપી તેમના પરિવારને સાંત્વના આપી હતી. અમીત શાહે નકશાદવાદ સામેની લડતમાં આવા હુમલાઓ જરાપણ અવરોધરુપ નહિ બને તેને મકકમ નિરધાર કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.