આતંકી સંગઠન લશ્કર – એ – તોયબાની “પનાહ” લેનાર ૬ કાશ્મીરીઓ ઝડપાયા!!

કાશ્મીરમાં રહીને આતંક ફેલાવનાર અને અનેકવિધ હુમલાઓમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરતી કાશ્મીર પોલીસ

કાશ્મીર પોલીસે લશ્કર-એ-તોયબા મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે.  રાષ્ટ્રીય ધોરીમાર્ગ ખાતે સુરક્ષા દળો પર ૧૪ ઓગસ્ટથી ૦૫ ઓક્ટોબર દરમિયાન શ્રેણીબદ્ધ હુમલામાં સામેલ છ સહયોગીઓની ધરપકડ કરવામાં આવી છે તેવું કાશ્મીર રેન્જના આઈજીપી વિજય કુમારે શુક્રવારે જણાવ્યું હતું. સાથોસાથ આતંકવાદી પ્રવૃતિઓ કરવાના હેતુસર ઉપયોગમાં લેવાતા છ વાહનોને પણ કબજે કરવામાં આવ્યા છે.આઈજીપીએ પંથા ચોક પોલીસ મથક ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ૧૪ ઓગસ્ટના રોજ શ્રીનગરના નૌગામ ખાતે જમ્મુ અને કાશ્મીર પોલીસ અને શસ્ત્ર સીમા બલના જવાનોની ટીમ પર  હુમલો કર્યો હતો, જેમાં ઈન્સાસ રાઇફલ છીન કરવા ઉપરાંત બે પોલીસકર્મીઓ શહિદ થયાં હતા.

૨૧ સપ્ટેમ્બરના રોજ ન્યુ બાયપાસ ખાતે આતંકીઓએ રોપ પર હુમલો કર્યો હતો. ૨૫ સપ્ટેમ્બરે ચાદૂરામાં સીઆરપીએફના જવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એક અર્ધલશ્કરી દળના સૈનિક શહીદ થયો હતો. તેમજ શસ્ત્રની લૂંટ ચલાવાઈ હતી. કુમારે જણાવ્યું હતું કે ૫ ઓક્ટોબરે તાઈંગન બાયપાસ ખાતે વધુ એક  સીઆરપીએફના જવાનો ઓર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં સીઆરપીએફના બે જવાન શહીદ થયા હતા અને ચાર ઘાયલ થયા હતા.

આ હુમલાઓને હલ કરવા માટે શ્રીનગરની વેસ્ટ ઝોન પોલીસ દ્વારા અનેક ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. શ્રીનગર જિલ્લાના ચાદુરા, બડગામ, નૌગામ અને અન્ય વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ ટીમો દ્વારા લગભગ ૧૦ જેટલા શકમંદોની ઓળખ કરવામાં આવી હતી અને અટકાયત કરવામાં આવી હતી. સતત પૂછપરછ કરવામાં આવી હતી. જે દરમિયાન તેઓએ આતંકવાદીઓ સાથે તેમની સંડોવણી અંગે કબૂલાત આપી હતી. જેના પગલે ધરપકડ કરવામાં આવી હતી.  સ્લિથ્સ માનવ ગુપ્ત માહિતી દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેવું આઈજીપીએ જણાવ્યું હતું. દરોડા દરમિયાન પોલીસે શ્રીનગરના બારઝુલ્લા વિસ્તારમાં એક ખાસ મકાન પણ શોધી કાઢ્યું હતું. જેનો ઉપયોગ આતંકીઓ દ્વારા છુપાયેલા સ્થાનના સ્વરૂપમાં  કરવામાં આવતો હતો. લશ્કર સાથે જોડાયેલા છ લોકોની ઓળખ કરીને ધરપકડ કરવામાં આવી છે. જેમાં ચાદૂરાના વસીમ અહેમદ ગનાઈ, સુહેલ શબીર ગનાઈ તેમજ પુલવામાના કાકાપોરાથી શાકિર અહેમદ દાર, શ્રીનગરના ફૌઝલ મુસ્તાક ગનાઈ, ઉમર નિસાર અને નૌકામના સાહિલ નિસારનો સમાવેશ થાય છે. આઈજીપી કુમારે ઉમેર્યું હતું કે તેમની પાસેથી ત્રણ ફોર વ્હીલર અને ત્રણ મોટર સાયકલ સહિત છ વાહનો કબજે કરવામાં આવ્યા છે.

Loading...