Abtak Media Google News

લાહોરી ગુંજરાવાલા જતી વેળાએ હાફિઝને ઝડપી લેવાયો: હાફિઝ સામે પાક.માં ૨૩ ગુના, અગાઉ પણ ધરપકડ થઈ હતી પરંતુ જામીન ઉપર છુટી ગયો’તો: હાફિઝની ધરપકડ બાદ અન્ય આતંકી સંગઠનોએ પોતાના આતંકીઓને છૂપાવવાનું શરૂ કર્યું

વૈશ્વિક આતંકવાદી હાફિઝ સઈદની પાકિસ્તાનના લાહોરમાંથી ધરપકડ કરવામાં આવી છે. હાફિઝ લાહોરી ગુંજરાવાલા જતો હતો તે વેળાએ તેને પકડી પાડીને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ પાકિસ્તાનમાં હાફિઝ સામે કુલ ૨૩ ગુના નોંધાયેલા છે. અગાઉ પણ હાફિઝની ધરપકડ થઈ હતી પરંતુ તે જામીન પર છુટી ગયો હતો.

પાકિસ્તાનના પંજાબના કાઉન્ટર ટેરેરીઝમ ડિપાર્ટમેર્ન્ટે વૈશ્વિક આતંકવાદી હાફિઝ સઈદની લાહોરી ધરપકડ કરી છે તે લાહોરી ગુંજરાવાલા જઈ રહ્યો હતો તે વેળાએ તેને પકડી લઈને પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો છે. આ દરમિયાન હાફિઝ સઈદે કહ્યું કે, તે પોતાની ધરપકડ વિરુદ્ધ કોર્ટમાં જવાનો છે. આ પૂર્વે સોમવારે લાહોરની આતંકવાદી વિરોધી કોર્ટ દ્વારા મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટર માઈન્ડ અને જમાત ઉલ દાવાના પ્રમુખ આતંકી સરગના  હાફિઝ સઈદ અને અન્ય ત્રણને જામીન આપી દેવામાં આવ્યા હતા. આ મહિને જ હાફિઝ સઈદ સામે ટેરર ફંડીગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેની સાથે અન્ય ૧૨ સાગ્રીતો સામે પણ કેસ નોંધાયો હતો. મળતી વિગત અનુસાર હાફિઝ સઈદ ઉપરાંત હાફિઝ મસુદ, આમે રમઝા અને મલીક ઝફરને પણ ૩૧ ઓગષ્ટ સુધી ૫૦,૦૦૦ પાકિસ્તાની રૂપિયાના બોન્ડ પર અંતરીમ જામીન તાજેતરમાં આપવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન આરોપીના વકીલે કોર્ટમાં જામીનની અરજી સ્વીકાર કરવાનો આગ્રહ કરતા કહ્યું કે, જમાત ઉલ દાવા ભૂમિના કોઈપણ ટુકડાને ગેરકાયદે ઉપયોગ કરી રહ્યો નથી. આ વચ્ચે લાહોર હાઈકોર્ટે સંઘીય સરકાર, પંજાબ સરકાર અને કાઉન્ટર ટેરેરીઝમ ડિપાર્ટમેન્ટને સઈદ અને તેના ૭ સહયોગીઓ તરફી દાખલ અરજીઓ માટે નોટિસ જારી કરી હતી જેમાં સીટીડીએ એક મામલે પડકાર પણ ફેંક્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મુંબઈના ૨૬/૧૧ તેમજ ઉરી હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝની ફરતે આંતરરાષ્ટ્રીય દબાણના પગલે ગાળીયો કસાયો છે. જેથી હાફિઝ સઈદને સરકારે ઝડપી અને ન્યાયીક હિરાસતમાં ધકેલ્યો છે. ઉપરાંત હાફિઝ સઈદના સાળા મકીની પણ અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. મકી મુંબઈ હુમલાનો મોસ્ટ વોન્ટેડ આતંકી હતો તેને અગાઉ ભારતના ત્રણ શહેરમાં આતંકી હુમલાની ધમકી પણ આપી હતી. ભારતની માંગને ધ્યાનમાં રાખી અમેરિકાએ હાફિઝ સઈદના સાળા અબ્દુલ રહેમાન મકીને  આતંકી જાહેર કર્યો હતો. જો કે, અગાઉ અબ્દુલ રહેમાન મકી એક વિડીયોમાં નરેન્દ્ર મોદીને પડકાર આપતા કાશ્મીરને આઝાદ કરવાની વાત કહેતો હતો. બાદમાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. ભારત વિરુધ્ધ હંમેશા ઝેર ઓકતા હાફિઝ સઈદના સાળા મકી ઉપર અંદાજે રૂ.૧૩ કરોડનું ઈનામ રખાયું હતું. તાલીબાનના મુલ્લા ઉમર અને અલ કાયદાના અલ જવા હિરીની ઘણો નજીક રહ્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.