પુલવામાના પંપોરમાં સીઆરપીએફની ટુકડી પર આતંકી હુમલો: બે જવાન શહીદ, પાંચ ઘાયલ

જમ્મુ-કાશ્મીરના પુલવામાં સુરક્ષા દળો પર આતંકી હુમલો થયો હતો. પંપોરના કાંધીજલ બ્રિજ પર સીઆરપીએફની ૧૧૦ બટાલીયન અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો રોડ ઓપનીંગ ડ્યુટી (આરઓપી) કરતા હતા ત્યારે આતંકીઓએ આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ હુમલામાં બે જવાન શહીદ થયા હતાં. એમાંય જવાનો ઘવાયા હતા. સમગ્ર વિસ્તારને ઘેરી લઈ શોધકોળ અભિયાન હાથ ધરાયું છે.મળતી પ્રાથમિક માહિતી મુજબ જમ્મુ-કાશ્મીર હાઈવે પર પુલવામા જિલ્લાના પેમ્પોરમાં કાંધીજલ બ્રિજ ખાતે રસ્તો ખુલ્લો રાખવાની સીઆરપીએફના જવાનોની ટુકડી  ફરજ બજાવી રહી હતી ત્યારે આતંકીઓએ હુમલો કરી ગોળીબાર કર્યો હતો. આતંકીઓના આ હુમલામાં પાંચ સીઆરપીએફના જવાનો ઘવાયા હતા. સીઆરપીએફની ૧૧૦ બટાલીયનના જવાનો જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે પુલ નજીકનો રસ્તો ખુલ્લો કરવાની કામગીરી કરતા હતા ત્યારે આ હુમલો થયો હતો. ઘવાયેલા સીઆરપીએફના જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Loading...