ફ્રાન્સના ચર્ચમાં આતંકી હુમલો, ત્રણના મોત

ફ્રાન્સમાં તાજા ઘટના સામે આવી રહી છે. નીસ પ્રાંતના એક ચર્ચમાં આતંકી હુમલામાં ત્રણ લોકોના મોત થયા છે.

હુમલાખોરે એક મહિલાનું ગાળું કાપી નાખ્યું હતું. જયારે બે વ્યક્તિઓની નિર્મમ હત્યા કરી હતી. સાઉદીમાં દુતાવાસ પણ ગાર્ડને છરી મારવાની ઘટના સામે આવી છે.

ફ્રાન્સમાં પંહ વર્ષ પહેલા જાણીતા મેગેજીન શાર્લી એબ્દોએ મોહમ્મદ પયગંબરનું કાર્ટૂન છાપ્યું હતું. જેની ભારે કિંમત મેગેઝિનના પત્રકારોને ચૂકવવી પડી હતું. આતંકી સંગઠન અલકાયદાએ મેંગેઝીનની કચેરી પર હુમલો કર્યો હતો. તાજેતરમાં આવી જ બાબતે એક શિક્ષકની હત્યા થઈ હતી. હવે ફરીથી આવો બનાવ સામે આવ્યો છે. જેમાં ત્રણ લોકોના મોત થયા છે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના ઈસ્લામીક કટ્ટરવાદ પર નિવેદનને લઈને મુસ્લીમ દેશોમાં સનસનાટી મચી જવા પામી છે. કેટલાક દેશો દ્વારા મેક્રોન પર અંગત પ્રહારો કરવામાં આવી રહ્યાં છે. મેક્રોન પર આ પ્રકારના વલણની ભારતે આકરી ટીકા કરી છે.

Loading...