Abtak Media Google News

અમેરિકા ફરી એકવાર હુમલાનો ભોગ બન્યું છે.અમેરિકાના દક્ષિણ ટેક્સાસના એક ચર્ચમાં રવિવારે સાંજે પ્રાર્થના સભા દરમિયાન કરવામાં આવેલ ગોળીબારમાં ૨૭ લોકોના મોત થયા છે જ્યારે 20 જેટલાં લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સ્થાનિક સુરક્ષા અધિકારીઓએ આ ગોળીબારમાં ૨૭ લોકોના મોત થયા હોવાની પુષ્ટી કરી છે.અમેરિકાની સરકારે આ હુમલાને ટેક્સાસના ઇતિહાસમાં સૌથી ખતરનાક હુમલો ગણાવ્યો છે.

હુમલો કરનારની ઓળખાણ ડેવિન કેલી તરીકેની થઇ છે.ડેવિડ કેલી સાન એન્ટોનિયોમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે.સુરક્ષા એજન્સીઓની પ્રાથમિક તપાસમાં ડેવિડનું કનેક્શન ત્રાસવાદીઓ સાથે મળતું નથી.જો કે ડેવિન કેલીએ હુમલો કર્યો ઓ પછી તેની લાશ ચર્ચથી નજીકથી મળી આવી હતી.

સુત્રોના જણાવ્યા મુજબ રવિવારે મોડી સાંજે ચર્ચમાં યોજાયેલ પાર્થના સભા દરમિયાન એક બંદુકધારી ચર્ચમાં ઘુસી ગયો હતો અને તેણે આડેધડ ફાયરીંગ શરૂ કરી દીધું હતુ. જેના કારણે ત્યાં હાજર મોટી સંખ્યામાં લોકોને પોતાના બચાવનો પણ સમય મળ્યો નહોતો. ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને બચાવ અને રાહત કાર્ય શરૂ કર્યુ છે.

માનવામાં આવી રહ્યું છે કે, મૃતકોની સંખ્યામાં હજી વધારો થઈ શકે છે.

બીજી તરફ સ્થાનિક પોલીસના દાવા મુજબ ફાયરીંગ કરનાર શખ્સ ડેવિનને પણ ઠાર કરવામાં આવ્યો છે. અત્યારે જાપાનના પ્રવાસે રહેલ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટર પર આ ફાયરીંગ અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે. સાથે જ પીડિતોના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ પણ વ્યક્ત કરી છે. ટ્રમ્પે જણાવ્યુ છે કે તેઓ જાપાનથી આ સમગ્ર ઘટનાક્રમ પર સીધી નજર રાખી રહ્યા છે.

મહત્વનુ છે કે આ પહેલા ઓક્ટોબર મહિનામાં ટેક્સાસ યુનિવર્સિટીના પોલીસ વિભાગમાં ફાયરીંગ થયુ હતુ, જેમાં એક પોલીસ અધિકારીનુ મોત થયુ હતું. જાકે, ભારે જહેમત બાદ આરોપીને પકડવામાં સફળતા મળી હતી. ત્યારે એક જ મહિનામાં ટેક્સાસમાં ફરી ફાયરીંગની ઘટના બનતા સમગ્ર વહિવટી તંત્ર ચોંકી ઉઠ્યુ છે. જો કે આ ઘટના પાછળ કોઈ આતંકી સંગઠનનો હાથ છે કે નહીં તે અંગે હજી કોઈ સ્પષ્ટતા થઈ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.