Abtak Media Google News

Table of Contents

નામચીન ઈમ્તિયાઝ ઉર્ફે લાલાની ટોળકીએ સોડા-બોટલનાં ઘા કરી બે રાઉન્ડ ભડાકા કર્યા: છ શખ્સોની ધરપકડ

જુના ઝઘડાનાં મનદુ:ખમાં બે મિત્રો પર ફાયરીંગ કરનાર નવ શખ્સો સામે નોંધાતો ગુનો: ફાયરીંગ અને વાહનમાં તોડફોડ કરવાની ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ

ભાવનગર રોડ પર મનહરપરા વિસ્તારમાં મધરાત્રીના બે જુથ વચ્ચે ફિલ્મી સ્ટાઇલમાં ધમાલ થયા બાદ સોડા બોટલના એકબીજા ઘા કરી એક જુથે બે રાઉન્ડ ફાઇરીંગ કરતા સ્થાનીકોમાં ગભરાટ ફેલાવ્યો હતો. ઉપરોકત તસ્વીરમાં ધટના સ્થળ પર ટોળકીએ વાહનોમાં ધોકા અને તલવાર ફટકારી તોડફોડ કરી હતી અને હાલ ઉપરોકત સ્થળ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત તસ્વીરમાં નજરે પડે છે.

શહેરના ભાવનગર રોડ પર મનહરપરમાં રાત્રીના સમયે ત્રણ દિવસ પહેલા થયેલી બોલાચાલીનો ખાર રાખી શ્રમજીવી સોસાયટીના સિપાહી યુવાન અને તેના મિત્રો પર  નામચીન ઇમ્તિયાઝ ઉર્ફ લાલો રાઉમા અને ૯  શખ્સોએ સોડા બોટલોના ઘા કરી તેમજ બે રાઉન્ડ ફાયરીંગ કરી ખૂનનો પ્રયાસ કરતાં  ચકચાર જાગી છે. ટોળકીએ નિદોર્ષ લોકોના ૮ વાહનોમાં પણ તોડફોડ કરી આતંક મચાવવતા લોકોમાં પોલીસના પેટ્રોલીગને લઈ રોષ ભભૂકી ઉઠ્યો હતો.બનાવ અંગે થોરાળા પોલીસે ગુનો નોંધી છ એક શખ્સોની અટકાયત કરી છે.

ફાયરિંગની ઘટના અંગે થોરાળા પોલીસે શ્રમજીવી સોસાયટી શેરી નં. ૪માં રહેતાં અને દૂધની ડેરીમાં દૂધના કેન સાફ કરવાની મજૂરી કરતાં મોહસીન ઉર્ફ ચીનલો દિલાવરભાઇ કુરેશી નામના ૨૯ વર્ષીય સિપાહી યુવકની  ફરિયાદ પરથી ઇમ્તિયાઝ ઉર્ફ લાલો ભીખુભાઇ રાઉમા, ઇરફાન રાઉમા, સદામ, ઇમલો, શાબીર, ફારૂક, જાંબુ તથા બે અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૦૭, ૫૦૪, ૫૦૬ (૨), ૫૦૭, ૪૨૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા આર્મ્સ એકટની કલમ ૨૫ (૧-બી) એ તથા જીપીએકટ ૧૩૫ (૧)મુજબ ગુનો નોંધ્યો છે.

શ્રમજીવી સોસાયટીમાં રહેતો અને દૂધની ડેરીમાં સફાઈ કામ કરતો  મોહસીન ઉર્ફ ચીનલો કુરેશીએ બુધવારે રાતે સાડા દસેક વાગ્યે તેના મિત્ર તોફિક સંઘાર (રહે. જંકશન પ્લોટ)તથા મોરબી રહેતાં બીજા મિત્ર ઇસ્માઇલને મળવા પોતાની સ્વીફટ કાર લઇને ગયો હતો. બાદમાં રાત્રીના રિધ્ધી સિધ્ધી સોસાયટીમાં રહેતાં ઇમ્તિયાઝ ઉર્ફ લાલો ભીખુભાઇ રાઉમાએ સિપાહી યુવકને ફોન કરી ” તારો ભાઇબંધ તોફિક સંઘાર કયાં છે?… તેને મારી નાંખવો છે’ તેમ કહી તોફિકને ફોન આપવા કહ્યું હતું. તોફિકે અમે બહારગામ છીએ તેમ જણાવતાં તેને ઇમ્તિયાઝ ઉર્ફ લાલાએ ગાળો દીધી હતી અને મારી નાંખવાની ધમકી આપતાં અમે ફોન કાપી નાંખ્યો હતો.

રાત્રીના ત્રણેક વાગ્યાની આસપાસ મોરબી થી રાજકોટ આવેલા બન્ને મિત્રોએ બેડીપરા ફાયર બ્રિગેડ પાસે મનહરપરા રોડ પર જાહેર શોચાલય પાસે પહોંચી તેના મિત્રો સમીર સિપાહી, તેનો ભાઇ સદામ, તોફિક સમા,  હૈદર શેખ, સાજીદ સિપાહી સહિતને બોલાવી અને ઇમ્તિયાઝ ઉર્ફ લાલાએ ફોનમાં ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપ્યાની વાત કરી હતી. બાદમાં ફરી ઈરફાન હનીફ કંડીયાનો ફોન સિપાહી યુવકને કરી ગાળો આપ્યા બાદ ’તું તૈયારીમાં રહેજે અમે આવીએ છીએ કહી ’ફોન કાપી નાખ્યો હતો. બાદમાં રાત્રીમાં ત્રણ  બાઇકમાં આવેલા ઇમ્તિયાઝ ઉર્ફ લાલો , ફારૂક માજોઠી, જેનિષ દાવડા, સાબિર અબ્બાસી, ઇરફાન રાઉમા અને બીજા બે અજાણ્યા માણસોએ આવી સોડા બોટલના ઘા કર્યા બાદ  ઇમ્તિયાઝ ઉર્ફ લાલાના હાથમાં રિવોલ્વર જેવું હથીયારમાંથી બે રાઉન્ડ ભડાકા કર્યા હતા.

આ ઉપરાંત શાબીરએ લાકડી વડે તથા ઇરફાને તલવાર વડે તથા ઇમ્તિયાઝ ઉર્ફ લાલાએ રિવોલ્વરમાંથી નિશાન તાકી સિપાહી યુવક તેના મિત્ર તોફિક સંઘાર પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. ફાયરિંગમાં કોઈને ઇજા ન થતા ઉશ્કેરાયેલા તમામ શખ્સોએ  લોકોએ શેરીમાં પડેલી રિક્ષા, મોટર સાઇકલોમાં તલવાર-લાકડીથી તોડફોડ કરી હતી અને ભાગી ગયા હતાં. બાદમાં બીકના કારણે સિપાહી યુવકની ટોળકી  મનહરપરામાંથી આજી નદીમાં જતાં રહ્યા હતાં

પોલીસની પ્રાથમિક તપાસમાં ફરિયાદીને અગાઉ ઇમ્તિયાઝ ઉર્ફ લાલાના કાકાના દિકરા મુસા રાઉમા સાથે તેના મામાનો દિકરો જીલાની રાઉમા કે જે લાખાજીરાજનગર-૩માં રહે છે તેની સાથે ૧૫/૬/૨૦ના રોજ બોલાચાલી થઇ હતી.જે ઝઘડામાં સમાધાન થયા બાદ મનદુ:ખ રહી જતા બન્ને મિત્રો પર ફાયરિંગ થયાનું ખુલ્યું હતું.બનાવ અંગે  થોરાળા પીઆઇ જી. એમ. હડીયા, પીએઅસાઇ પી.ડી. જાદવ, પીએસઆઇ બારસીયા અજીતભાઇ ડાભી, કેલ્વીનભાઇ સાગર, ભુપતભાઇ, આનંદભાઇ, કનુભાઇ, સહદેવસિંહ સહિતનો કાફલો દોડી ગયો હતો. આ ઉપરાંત એસીપી એચ. એલ. રાઠોડ, એસઓજી પીઆઇ આર. વાય. રાવલ, ક્રાઇમ બ્રાંચની ટીમો પણ દોડી ગઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.