Abtak Media Google News

ફાયનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સ આકરી ચેતવણી સાથે પાક.ને સુધરવાની વધુ એક તક ચેતવણી બાદ ઈમરાન સરકારમાં ફફડાટ: ટેરર ફંડ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવાની તૈયારી

ટેરર ફંડીંગ પર દેખરેખ રાખતો પ્રહરી સંસ્થા ફાયનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ દ્વારા પાકિસ્તાને વધુ એક સુધરવાની તક આપી છે. એફએટીએફના નામે ઓળખાતી ટાસ્ક ફોર્સના ગ્રે લીસ્ટમાં રહેલા પાકિસ્તાનને બ્લેક લીસ્ટમાં મુકવવાના બદલે ટેરર ફંડીંગ રોકવા ચાર માસમાં એકશન પ્લાન તૈયાર કરીને આપવા તાકિદ કરવામાં આવી છે. એફએટીએફ દ્વારા ટેરર ફંડના મુદ્દે નિયત કરાયેલા ૨૭ લક્ષ્યાંકોમાંથી મોટાભાગનું પાલન કરવામાં પાકિસ્તાન નિષ્ફળ ગયું હતું. જેની તેને ઓકટો. ઠપકો આપવામાં આવ્યો હતો. એફએટીએફના આકરા ઠપકા બાદ આંતરરાષ્ટ્રીય ર્આકિ મદદ રોકાઈ જવાના ડરી ચિંતામાં મુકાય ગયેલી પાકિસ્તાનની ઈમરાન સરકારે એફએટીએફના નિયમોનું કડક પાલન કરવાની તૈયારી દર્શાવી હતી.

પેરિસ સ્થિત ફાયનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સ દ્વારા બ્લેકલિસ્ટિંગ થવાનું આજે પાકિસ્તાન નિવારી શકયુ હતું, અને આતંકી ફાયનાન્સિંગ ડામવા વધુ પગલા લેવા તેને ફેબ્રુઆરી ૨૦૨૦ સુધીની મહેતલ અપાઈ છે. જો કે આતંકીઓને નાણાંભંડોળ મળતું રોકવા એફએટીએફએ ઠરાવેલા ૨૭ લક્ષ્યાંકોમાંથી મોટા ભાગનાનું પાલન કરવામાં તે વિફળ રહ્યા બદલ અને આતંક ફાયનાન્સિંગ રોકી ન શકવા બદલ આકરો ઠપકો અપાયો હતો. આ નિર્ણય જાહેર કરતા એફએટીએફએ જણાવ્યુ હતું કે ફેબ્રુ. ૨૦ સુધી પાક. તેનો એકશન પ્લાન તૈયાર કરી યોગ્ય રીતે પૂર્ણ કરે તેવી  વિનંતી કરીએ છીએ.

આગામી અધિવેશન સુધી પાકિસ્તાન એકશન પ્લાનના પૂર્ણ પાલનમાં નોંધનીય, ટકાઉ પ્રગતિ ન કરે તો, પાક. સાથે બિઝનેસ સંબંધો/વ્યવહારો કરવામાં ખાસ ધ્યાન રાખવા પોતપોતાની આર્થિક સંસ્થાઓને સલાહ આપી દેવા સહિતની વિનંતી એફએટીએફ સભ્ય દેશોને કરી દેશે. એફએટીએફના આ નિર્ણયે, પાકને બ્લેકલિસ્ટમાં મુકાતું જોવા ઈચ્છનાર ભારત અને અમેરિકા જેવા રાષ્ટ્રોને ઝટકો મળ્યોે છે. ચીન, મલેશિયા અને તૂર્કીના સમર્થનના કારણે હાલ બ્લેકલિસ્ટ થવામાંથી બચી ગયેલા પાક માટે ગ્રે લિસ્ટમાંથી નીકળવું દુષ્કર બનશે. આગામી ફેબ્રુ.માં બ્લેકલિસ્ટ કરી દેવાય તેવી પૂરી આશંકા છે. એફટીએએફએ આંતરરાષ્ટ્રીય વૈશ્વિક સંસ્થાઓને પાકને ફેબ્રુ.૨૦થી સહાય ન આપવા તૈયાર રહેવાનો ય સંકેત આપી દીધો છે.

એફએટીએફએ મંગળવારે જ એવો નિર્દેશ કરી દીધો હતો કે ફેબ્રુઆરી ૨૦ સુધી પાકને ગ્રે લિસ્ટમાં રાખવાનો તેણે સૈદ્ધાંતિક નિર્ણય કરી લીધો છે. આતંકી ભંડોળ અને મની લોન્ડરીંગ રોકવામાં વિફળ અને આતંકીઓ તથા તેમના સંગઠનો વિરુદ્ધ સંગીન પગલાં ન લેવા સબબ સુધરવા માટેની એ અંતિમ ચેતવણીસમું છે. એફએટીએફએ જૂન ૧૮માં પાકને ગ્રે લિસ્ટમાં મૂકવા સાથે ૨૭ પોઈન્ટનો એકશન પ્લાન આપી ૧ વર્ષનો સમય આપ્યો હતો.

ટેરિફ ફંડિંગ અંગે એફએટીએફની ચેતવણીએ પાકિસ્તાનને સંપૂર્ણ અસ્વસ્થ કરી દીધું છે. આની અસર એ છે કે હવે તેણે આતંકનું ભંડોળ રોકવાની કટિબદ્ધતા વ્યકત કરી છે. પાકિસ્તાને શુક્રવારે કહ્યું હતું કે તે ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સની એક્શન પ્લાનનો સંપૂર્ણ અમલ કરવા પ્રતિબદ્ધ છે. એફએટીએફ દ્વારા ઈસ્લામાબાદને કડક ચેતવણી આપીને ફેબ્રુઆરી સુધીનું અલ્ટીમેટમ આપ્યા બાદ પાકિસ્તાનનું નિવેદન આવ્યું છે.એફએટીએફ દ્વારા ઈસ્લામાબાદને કડક ચેતવણી આપીને ફેબ્રુઆરી સુધીનું અલ્ટીમેટમ આપ્યા બાદ પાકિસ્તાનનું આ નિવેદન આવ્યું છે.

એફએટીએફએ પાકિસ્તાનને અપાયેલા ૨૭ લક્ષ્યોની પ્રાપ્તિ અંગે ઉંડી ચિંતા વ્યક્ત કરી છે. પાકિસ્તાનના નાણાં મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાનના પ્રતિનિધિમંડળએ એફએટીએફને ખાતરી આપી છે કે તેઓ તેમની એક્શન પ્લાન પર કામ કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. પાક પ્રતિનિધિ મંડળએ એફએટીએફના પ્રતિનિધિ મંડળ સાથે પણ મુલાકાત કરી એક્શન પ્લાન પર થયેલી પ્રગતિ વિશે માહિતી આપી હતી.

એફએટીએફએ પેરિસમાં પાંચ દિવસીય બેઠકમાં પાકિસ્તાનને ચેતવણી આપી હતી. તે જ સમયે, તેણે ગ્રે લીસ્ટમાં રહેવાનો પોતાનો નિર્ણય જાળવી રાખ્યો છે. એફએટીએફએ ગ્લોબલ ફાઇનાન્સ સંસ્થાઓને કહ્યું છે કે જો પાકિસ્તાન પોતાનું લક્ષ્ય પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય તો પગલાં લેવામાં આવે. આ સમગ્ર મામલે સાથે સંકળાયેલા એક સૂત્રએ કહ્યું કે, મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો કે પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં રાખવામાં આવશે. અને ફેબ્રુઆરી ૨૦૨૦ સુધીમાં પૂરતા પગલા ભરવાની ચેતવણી આપી હતી.

જોકે, ગ્રે લીસ્ટમાં આવ્યા પછી પણ પાકિસ્તાનને આઇએમએફ, વર્લ્ડ બેંક, એડીબી અને યુરોપિયન યુનિયનની મદદ લેવી ખૂબ મુશ્કેલ રહેશે. ઉપરાંત, ત્યાં સુધી મૂડી, એસ એન્ડ પી, ફિચ પણ તેની રેટિંગમાં સુધારો કરી શકશે નહીં, જેના કારણે તેની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. એફએટીએફના નિવેદન મુજબ, લશ્કર, જૈશ, હિઝબુલ જેવા આતંકવાદી સંગઠનોને ભંડોળ રોકવા માટે પાકિસ્તાને ૨૭ માંથી માત્ર ૫ લક્ષ્યોને જ પૂર્ણ કર્યો છે. એફએટીએફએ કહ્યું કે, પાકિસ્તાને ફેબ્રુઆરી ૨૦૨૦ સુધીમાં તમામ લક્ષ્યોને પૂરા કરવા પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.