Abtak Media Google News

ભારત રત્ન સ્વરમાધુરી નાઈટિન્ગલ ઓફ બોલીવૂડ લત્તા મંગેશકરનો આજે જન્મદિન

આજે ૨૮મી સપ્ટેમ્બરે ભારતીય સિનેજગતના મોસ્ટ સિનિયર પાર્શ્વગાયિકા લતા મંગેશકરનો જન્મદિવસ છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન લતાજીએ કહ્યું હતું કે, હું આજના ગીતો ન ગાઈ શકું. જોકે, આ તેમની મોટાઈ છે.લતા મંગેશકર માટે એક આર્ટિકલ અસીમિત છે. તેમના વિશે લખાય તેટલું ઓછું. લતાજી તેમના ચાહકોના દિલમાં ‘અમર’ થઈ ગયા છે. તેઓ તેમના ગીતો થકી કદી રીટાયર થવાના નથી.તેમણે છેલ્લે મધુર ભંડારકરની ફિલ્મ માટે કંઠ આપ્યો હતો. ત્રણ-ત્રણ પેઢીના કલાકારો (શોભના સમર્થ-નૂતન અને તનુજા-કાજોલ) માટે લતાએ ગીત ગાયા. કરીશ્મા અને કરીના કપૂરને કંઠ આપ્યો તો તેની મમ્મી બબિતા માટે પણ સ્વર આપ્યો. લતા મંગેશકરે ભકિત ગીતથી માંડીને તમામ મૂડના ફિલ્મી ગીતો ગાયા છે.તેમના માટે એમ કહી શકાય કે મન્ના ડે-મુકેશ માંડી સોનું નિગમ, કુમાર શાનુ, ઉદિત નારાયણ સાથે ડયુએટ ગાયા છે. આજે તેમને બોલીવુડ અને ચાહકોમાંથી જન્મદિનની ઢેર સારી શુભેચ્છાઓ મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.