Abtak Media Google News

નાગરિકત્વ સાબીત કરવા સામાનના યુવાનનો આપઘાત

પૂર્વોતર રાજયોમાં પહેલાથી જ નાગરીત્વને લઇને અનેક પ્રશ્નો રહ્યા છે. ત્યાંના સ્થાનીકોને ચહેરા અને રંગ રૂપના આધારે પણ ભેદભાવની સ્થિતિનો સામનો કરવો પડે છે. ત્યારે નાગરિત્વની જંગ જીતવા ઉદાલગુરી જીલ્લાના દિપક દેબીનાથે આપઘાત કર્યો છે.

પ્રાથમીક તપાસમાં સામે આવ્યું કે ધારા ગામ ખાતેના તેના નિવાસસ્થાને પોલીસને તેનો લટકતો મૃતદેહ મળી આવતા ચકચાર મચીગયો હતો. પોલીસે કહ્યું કે, દેબીનાથને ફોરેનર્સ તરફથી ભારતીય નાગરિત્વતાની સાબિતી આપવાનું દબાણ કરવામાં આવ્યું હતું.

અને આ નોટીસ મુજબ તેને જુલાઇ ૧ર ના રોજ હાજર થવાનું કહેવાયું પણ સંજોગોવશ આ સુચના તેને ર૯મી જુલાઇએ મળી હતી. આસામ સરકાર  દ્વારા એનઆરસી ડ્રાફટ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં ડેબીનાથ તેની પત્ની અને બન્ને દિકરીઓના નામનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

જયારે દેબીનાથ ટ્રીબ્યુનલ ઓફીસરની મુલાકાત લે છે ત્યારે આ કેસના સેટલમેન્ટ માટે અધિકારી મોટી લાંચ માંગતા દેબીનાથ લાંચની રકમ ભરવા માટે સક્ષમ ન હોવાની પરિસ્થિતિને લઇ તેને જાત જાતના વિચારો આવ્યા સેટલમેન્ટ વિના તેને ર્ટોચર કરવામાં આવશે અને વિદેશી જાહેર કરીને પીડા ભોગવવાના ભયથી દેબીનાથે આપઘાત કર્યા હોવાનું ખુલ્યુ હતું.

નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન અંતર્ગત જુલાઇ ૩૦ ના ડ્રાફટ જાહેર કરાયો હતો. જેમાં દસ્તાવેજોની કમી અને ખુંટતી કાર્યવાહીને લઇને હજારો લોકોના નાગરિત્વ ઉપર લટકતી તલવાર છે. ત્યારે એનઆરસી રાજકીય તાંડવ જણાય તો તેની સામાજીક અસરો સમાજને ડુબાડી દેશે. લોકસભામાં ભાજપ પશ્ર્ચિમથી લઇ મેઘાલય સુધી ડંકો વગાડવા તરફ જઇ રહ્યું છે. ત્યારે શું આસામની પરિસ્થતિનો નિવેડો સરકાર ભાવી શકશે?

આ પહેલા પણ ભારતીય નાગરિત્વને લઇ કેટલાક પ્રશ્નો થયા છે. ત્યારે રાજયની આર્થિક પરિસ્થિતિ પણ જોખમાઇ છે પશ્ર્ચિમી રાજયોમાં લોકો મહેનતુ છે પરંતુ તેમના જીવન નિવાહની પરિસ્થિતિ આજે પણ દયનિય છે અને નાગરિત્વના ઉકેલ આવી ગયા છતાં શું સમાજની માનસીકતા બદલાવી શકાશે ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.