Abtak Media Google News

રેસકોર્સ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, નાના મવા રોડ, ત્રિકોણબાગ સહિતના પ્રાઈમ લોકેશન લોકડાઉન પહેલા ટેન્ડર ભરનારી ૯ એજન્સીઓએ ટેન્ડર પરત ખેંચી લેતા ૨૩ લાખની ડિપોઝીટ જપ્ત

લોકડાઉન બાદ હવે અનલોક-૫ના તબક્કામાં આર્થિક ગતિવિધિઓ તેજ બની રહી છે. ધંધા-રોજગારો પણ પહેલાની માફક ફરી ધમધમવા લાગ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ૭૬ હોર્ડિંગ્સ બોર્ડ, બે ગ્રેન્ટ્રી બોર્ડ અને ૧૧૯૦ કિયોસ્ક બોર્ડ માટેનો કોન્ટ્રાકટ આપવા ઈ-ટેન્ડર પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યા છે. જેની મુદત આગામી ૧૩ નવેમ્બરના રોજ પૂર્ણ થશે. જેનાથી રૂા.૨.૫૦ કરોડથી લઈ ૩ કરોડ સુધીની આવક થવાનો અંદાજ છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના રેસકોર્સ રીંગ રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, નાના મવા રોડ, ત્રિકોણબાગ સહિતના પ્રાઈમ લોકેશનમાં ૭૬ હોર્ડિંગ્સ બોર્ડ, બે ગ્રેન્ટ્રી બોર્ડ અને ૧૧૯૦ કિયોસ્કનો કોન્ટ્રાકટ આપવા ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેની મુદત આગામી ૧૩મી નવેમ્બરના રોજ પૂર્ણ થઈ રહી છે. આનાથી રૂા.૨.૫૦ થી લઈ ૩ કરોડ સુધીની આવક થવાનો અંદાજ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ નાણાકીય વર્ષમાં હોર્ડિંગ્સ બોર્ડની થતી આવકનો અંદાજ રૂા.૬.૫૦ કરોડ રાખવામાં આવ્યો છે. લોકડાઉનના કારણે ટાર્ગેટ પૂર્ણ થાય તેવું લાગતું નથી.

હોર્ડિંગ્સ બોર્ડથી થનારી આવક ૫ કરોડ આસપાસ રહે તેવું લાગી રહ્યું છે. બીજી તરફ ખાનગી આઉટડોર એડવર્ટાઈઝમેન્ટ એજન્સીઓ વચ્ચે કોર્ટ કેસ ચાલી રહ્યો છે જેમાં ૧ કરોડ રૂપિયાની આવક ફસાઈ છે.

બીજી તરફ લોકડાઉન પહેલા કિયોસ્ક, હોર્ડિંગ્સ કે ગેન્ટ્રી બોર્ડ માટે ટેન્ડર ભરનારી અલગ અલગ ૯ એજન્સીઓએ ટેન્ડર પરત ખેંચી લીધા છે.

જેઓએ ૨૩ લાખની રકમ કોર્પોરેશન દ્વારા જપ્ત કરી લેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.