Abtak Media Google News

ભરતી પ્રક્રિયા ભેદી કારણોસર ખોરંભે ચડાવી દેવાયાની ચર્ચા: મહાત્મા ગાંધી મ્યુઝિયમના સંચાલનમાં પણ કરોડોની ચૂકવણીનો ઘડાતો તખ્તો

રાજકોટ મહાનગરપાલિકામાં કૌભાંડે બિસ્તરા પોટલા સાથે ધામા નાખ્યા હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ સતત કાર્યક્રમો અને ઉચ્ચ અધિકારીઓના ત્રાસથી કંટાળી ઈજનેરો ધડાધડ રાજીનામા આપી રહ્યાં છે તો બીજી તરફ કોર્પોરેશનની લોબીમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ટેન્ડર અને ભરતીમાં જબ‚ કૌભાંડ ચાલી રહ્યું છે. ભરતી પ્રક્રિયાને ભેદી કારણોસર ટલ્લે ચડાવી દેવામાં આવી રહી છે. તો બીજી તરફ મહાત્મા ગાંધી મ્યુઝિયમના સંચાલનમાં પણ કરોડો ‚પિયાની ચૂકવણીનો તખ્તો ઘડાઈ રહ્યો છે.

કોર્પોરેશનની લોબીમાં ચર્ચા વિગતો મુજબ મહાપાલિકામાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલીક જગ્યાઓમાં ભરતી પ્રક્રિયા ભેદી કારણોસર ટલ્લે ચડાવી દેવામાં આવી છે. મહાત્મા ગાંધી મ્યુઝિયમનું બહારનું મેનેજમેન્ટ માટે વાર્ષિક રૂ.૭૦ લાખ ચૂકવવાનો કોન્ટ્રાકટ ફાઈનલ કરાયા બાદ મ્યુઝિયમના અંદરનું ઓપરેશન મેન્ટેનન્સ સંભાળવા માટે એક સંસ્થાને વાર્ષિક રૂ.૧.૨૦ કરોડ ચૂકવવા માટે પણ તખ્તો ગોઠવાઈ ગયો છે. મહાપાલિકામાં ટેન્ડર અને ભરતી કૌભાંડ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.