Abtak Media Google News

ઉપલેટા પોલીસને મળેલી બાતમીને આધારે ઈશરા ગામ પાસે ખનીજ ચોરી કરતા દશ શખ્સો સાથે ૧ લોડર અને ૯ ટ્રેકટર ને ઝડપી લઈ અર્ધા કરોડનો મુદામાલ પોલીસે કબ્જે કરતા ભૂમાફીયાઓમાં ફફડાટ ઉઠ્યો છે. પોલીસે ઉચ્ચ આગેવાનોની ભલામણ સ્વીકારતા ભલામણોનું સુરસુરીયું નીવડયું હતુ.

ગત સાંજે ઉપલેટાના પીઆઈ નિતિન વ્યાસને મળેલી ચોકકસ બાતમીને આધારે ઈશરા ગામ પાસે આવેલ નિદેશ્ર્વર મંદિર પાસે ગેર કાયદેસર રીતે ભાદર નદીના પટમાંથી રેતીની બેપામ ચોરી કરતા ૧૦ શખ્સો સાથે ભરેલા પાંચ ટ્રેકટર ટ્રોલી તેમજ અન્ય ૪ ટ્રેકટરો ખાલી અને રેતી ખનન કરી રહેલું લોડર ઝડપી લેવામાં આવ્યુ હતુ. આ ખનીજ ચોરીમાં સામેલ હિતેષ ભીંભા સંજય પોપટ ચાવડા, હમીર રાજેશ ગંભીર રાહુલ ખીમા, એરવાડીયા દેવરસી નારણ ભિંભા, જયદીપ કાનજી ચંદ્રવાડીયા, પરેશ વરજાંગ ભિંભા, જીતેન્દ્ર મેહંદ મકવાણા, અશ્ર્વિન વજશી ભીંભા અને પ્રફુલ વરજાંગ ભીંભાને ઝડપી લઈ તેની સામે ગુનો દાખલ કર્યો છે. ઝડપાયેલા તમામ ઈશરા ગામના વતની છે. ખનીજ ચોરીમાં ૯ ટ્રેકટર, ૯ ટ્રોલી, ૧ લોડર સહિત કુલ રૂ૫૩.૦૭ લાખનો મુદામાલ કબજે કર્યો છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.