Abtak Media Google News

આરોગ્ય કેન્દ્રો મુલાકાત લેતા આરોગ્ય સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા

ગુજરાતમાં યુ.એન.ડી.પી. પ્રોગ્રામ અંતર્ગત ઈ વિન પ્રોજેકટ દ્વારા સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમવાર રાજકોટ મહાપાલીકાના તમામ આરોગ્ય કેન્દ્રોમાં ટેમ્પરેચર લોગર ફીટ કરવામાં આવ્યા છે

આ અંગે વિશેષ માહિતી આપતા આરોગ્ય સમિતિ ચેરમેન મનીષ રાડીયાએ જણાવ્યું હતુ કે શહેરના કુલ ૨૧ આરોગ્ય કેન્દ્રો ખાતે વિનામૂલ્યે માતાઓ બાળકોને આપવામાં આવતી બી.સી.જી, પેન્ટાવેલેન્ટ આઈપીવી, ઓપીવી, હિપેટાઈટીસ, મીઝલ્સ ડીપીટી, ટીટીની રસીઓ આઈએલઆર, ડીપ ફ્રીજમાં રાખવામાં આવે છે. આ આઈએલઆર, ડીપ ફ્રીજમાં ટેમ્પરેચર લોગર ફીટ કરવામાં આવ્યા છે. ટેમ્પરેચર લોગર એ ખૂબજ ઓછી ખર્ચાળ ઈન્સ્ટુમેન્ટ છે. તેમાં સેન્સર યુનીટ આવેલા છે જેને આઈએલઆર, ડીપ ફ્રીજમાં ચોટાડવામાં આવે છે. આ સેન્સર યુનીટ આઈએલઆરની અંદરના તાપમાનના ડેટા ભેગા કરીને ઓનલાઈન ઈવિન પર છોડે છે.આ ટેમ્પરેચર લોગરમાં ૧૨ કલાકનું બેટરી બેકઅપ પણ છે.

આ ટેમ્પરેચર લોગરથી ચોકકસ સમયના તાપમાનની માહિતી જોઈ શકા છે. કોઈ પણ યુએચસીનાં આખા માસની ટેમ્પરેચરની માહિતી જોઈ શકાય છે. તાપમાનને ત્રણ પ્રકારે જોઈ શકાય છે., આઈએલઆરનું કે ડીપ ફ્રીજનું નિર્ધારિત તાપમાન કરતા વધારે કે ઓછુ થાય તરત જ તેમાં અલાર્મ વાગે છે. તેની સાથે નકકી કરેલા પાંચ વ્યકિતઓને તેના મોબાઈલમાં આ અલાર્મનો મેસેજ પહોચી જાય છે. ઈમરજન્સી પરિસ્થિતિ જેવી પરિસ્થિતિ સર્જાઈ હોય તો જેવું ટેમ્પરેચર વધી જાય તેની જાણકારી મેળવી શકાય છે. અને એસ.એમ.એસ. દ્વારા મળતી માહિતીનાં આધારે સરકાર દ્વારા ઉપરોકત વિગત મુજબની આપવામાં આવતી રસીઓની જાળવણી માટે વૈકલ્પીક વ્યવસ્થા વિચારી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.