Abtak Media Google News

જો આમળા ને અમૃતની સંજ્ઞા આપવામાં આવી છે.તે ફક્ત  સ્વાદિષ્ટ જ ની ગુણકારી પણ છે. ત્રિફળોના ત્રણ ફળોમાં તે પ્રમુખ છે. તેમાં પ્રોટીન, કેલિશ્યમ, ફોસ્પરસ, વિટામિન સી સમાયેલ છે. તેનું શિયાળામાં નિયમિત સેવન કરવાથી સ્વાસ્થ્ય તથા સૌંદર્ય માટે લાભદાયી નિવડે છે.Download 29ઉપરાંત તે અનેક રોગોથી પણ રાહત અપાવે છે.ક્ષય રોગી  પીડાતી વ્યક્તિને વિટામિન ’સી’ ફાયદો કરતું હોય છે તેથી તેને આંમળાનું સેવન નિયમિત કરાવવામાં આવે તો લાભ થાય છે.Download 22આમળા નેત્રજ્યોતિ વધારે છે.આમળા રક્તશોધક, પાચક, કફનાશક, વમન, હૃદયરોગમાં લાભદાયક છે.પેશાબમાં બળતરા થતી હોય તો આમળાનો રસ ૫૦ ગ્રામ અને મધ ૨૫ ગ્રામ મેળવી દિવસમાં બબ્બે કલાકે પીવાથી ફાયદો થાય છે.

આમળા તથા ધાણા રાતના પાણીમાં ભીંજવવું. સવારે તે પાણીમાં ખાડ-સાકર ભેળવી ગાળીને પીવાથી ચકર આવતાં હોય તો દુર થાય છે. ગરમીમાં તરસ વધારે લાગતી હોય તો સુકા આમળા ૫૦ ગ્રામ એક માટીના વાસણમાં પાણી ભરીને પલાળવા.ચાર કલાક બાદ તે પાણી પીવાથી તૃષા શાંત થશે.Images 34દૂધ પીતા બાળકને ઝાડા થતાં હોય તો તેને આ પાણી પીવડાવવાથી ફાયદો થાય છે.આમળાનું પાણી પીવડાવવાથી કે આમળા વાટીને તેનો લેપ કપાળ પર લાગડવાથી તથા નાક પર લગાડવાથી નસકોરીની તકલીફ દુર થાય છે.

ત્રણ ગ્રામ આમળાના ચૂરણને છ ગ્રામ જેટલાં મધ સાથે પીવાથી શ્વેત પ્રદર માં રાહત થાય છે. મધ ન હોય તો સાકર ભેળીને પી શકાય.

વારંવાર પાતળા દસ્ત થતા હોય તો સુકા આમળાના ૧૦ ગ્રામ ચૂરણમાં હરેડનું ચૂૂરણ પાંચ ગ્રામ ભેળવી એક-એક ચમચો મઠ્ઠાની સાથે સવાર-સાંજ લેવાથી લાભ થાય છે.એક ચમચો આમળાનો મુરબ્બો સવાર-સાંજ દૂધ સાથે લેવાી ગર્ભવતીની રક્તાલ્પતા દુર થાય છે.Images 1 6શેરડીનો રસ,આમળાનો રસ,દાડમનો રસ તથા મધ ભેળવી પીવાથી રક્તની વૃધ્ધિ થાય છે અને શારીરિક શક્તિ વધે છે. ખીલની તકલીફ હોય તો સુકા આમળાનું ચૂરણ રાતના પાંચ ગ્રામ પાણીમાં ભીંજવી દેવું.

સવારે ચહેરા પર આ પાણી લગાડવું અને થોડીવાર બાદ સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ નાખવો.લોખંડના વાસણમાં આમળાનું ચૂરણ પાણીમાં ભીંજવી વાળમાં લગાડવાથી વાળ અકાળે ધોળાં થતા નથી તેમજ વાળ મજબૂત થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.