Abtak Media Google News

મંજુરી ન હોવા

છતાં વંથલીના સ્વામીનારાયણ ગુરૂકુળમાં બોર્ડની પરીક્ષા લેવાઈ

પરિક્ષા ખંડમાં થોડી ઘણી ચોરી સામાન્ય પણે થતી જ હોય છે. પણ ચોરી પણ વજનમાં થઈ શકે ! વંથલીના ગુજરાત બોર્ડની વિજ્ઞાનની પરિક્ષા સમયે કેન્દ્રમાંથી ચોરી કરવા લેવાયેલું ૨૦૦ કિલોનું એકઝામ મટીરીયલ ઝડપી લેવાયું છે. બોર્ડે આ મટીરીયલ ભરવા માટે ૨૦ કોથળા થશે, મટીરીયલમાં જવાબની ફોટોકોપી અને માઈક્રોકોપી હતી. આમ થતા બોર્ડે બુધવારે કહ્યું હતુ કે આટલી હદે કોપી થવી સામાન્ય બાબત નથી. માટે સૌ પ્રથમ બોર્ડ પરિક્ષા કેન્દ્રના વડા અને પરિક્ષા દરમ્યાન હાજર રહેતા શિક્ષકોનેક પુછપરછ કરશે.

બોર્ડના વાઈસ ચેરમેન એન.સી. શાહ કહે છે કે તેમણે ચોરી કરતા ૧૫ વિદ્યાર્થીઓને પકડયા છે. અને ૩૧મીમે સુધીમાં તમામ કોર્ડીનેટર અને સુપરવાઈઝરોને બોલાવવામાં આવશે. રાજય શિક્ષણ અધિકારી કહે છેકે તેમણે સ્વામીનારાયણ ગુરૂકુળની પરિક્ષા અંગેની ફરિયાદો મેળવી હતી.

જયારે એમ ૧૪ મી માર્ચે ધોરણ ૧૦ની પરિક્ષા સમયે ગયા હતા ત્યારે અમને રોડ પર કોપી માટે બનાવેલી માઈક્રો કોપી મળી આવી હતી. જે વિદ્યાર્થીઓએ બીક બાદ ફેંકી દીધી હતી. જેની નોંધ લેતા બી.એસ.કેલા જણાવે છે કે તેમણે ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીઓને ચીઠ્ઠી ચબરખા અને ચોરી માટેનો સામાન નહી લવવાની વોર્નિંગ આપી હતી. કેમીસ્ટ્રીની પરિક્ષા પૂર્ણ થતા ત્રણ વખત સુચના અપાઈ હતી. દરેક ચેતવણી બાદ વિદ્યાર્થીઓ પાસેથી બોર્ડને ચીઠ્ઠીઓ મળી આવી હતી.

વંથલીના સ્વામીનારાયણ ગુરૂકુળના કેન્દ્રમાં ૨૦૦૮થી બોર્ડની પરિક્ષા માન્ય હતી. પરંતુ તેના બીજા જ વર્ષે બંધ કરી દેવાયું હતુ શિક્ષણ વિભાગનું કહેવું છે કે ગુરૂકુળે ડીઈઓની જાણ વિના જ પરિક્ષા યોજી કાઢી કેન્દ્રનાં સીસીટીવી ફૂટેજ ચેક કરાતા ઘણી અવ્યવસ્થીત હરકતો નજરે પડી હતી. અમે ૧૫ વિદ્યાર્થીઓ પાસેથી ચોરીની ચીઠ્ઠીઓ ભેગી કરવાની શરૂઆત કરી હતી છેલ્લે કુલ ૨૦૦ કિલો ચીઠ્ઠીઓ વિદ્યાર્થીઓ પાસેથી ઝડપાઈ હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.