Abtak Media Google News

મ્યુનિચ વર્લ્ડ કપમાં ભારતનાં નિશાનેબાજોએ વિજયનું બ્યૂંગલ ફુંક્યું ગઈકાલથી શરુ થયેલાં મ્યુનિચ વર્લ્ડ કપમાં ભારતે શાનદાર શરૂઆત કરતાં તેજસ્વિની સાવંતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. વર્લ્ડ કપનાં પ્રથમ દિવસે જ તેજસ્વિનીએ ૫૦ મીટર રાઈફલ પ્રતિયોગિતામાં ગોલ્ડ જીત્યો હતો.

સાવંતે ૬૨૧.૪ પોઈંટ સાથે આ ગોલ્ડ મેડલ પર આબાદ નિશાન તાક્યુ હતું. તેજ્સ્વિનીએ ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થમાં પણ ગોલ્ડ જીત્યો હતો. સાથી ખેલાડી અંજુમ મુદગલે ૬૨૧.૨ પોઈંટ મેળવીને સિલ્વર મેડલ જીત્યો હતો. તો બીજી ઈવેંન્ટમાં ચૈન સિંઘે ૫૦ મીટર રાઈફલ પ્રોન ઈવેંટમાં ૬૨૭.૯ પોઈંટ સાથે સિલ્વર મેડલ અંકે કર્યો હતો.ગોલ્ડ અમેરિકાનાં મેથ્યુ ઈમોંસે ૬૨૮.૯ પોઈંટ સાથે જીત્યો હતો.

ભારતની અન્ય નિશાનેબાજ શ્રેયા સક્સેનાએ વુમન પ્રોન રાઈફલ ઈવેંટમાં ૬૧૯.૧ પોઈંટ સાથે નવમાં ક્રમે રહી હતી. તો ઓલમ્પિક મેડાલિસ્ટ ગગન નારંગ અને સંજીવ રાજપુતે નિરાશ કરતાં ૬૨૧.૭ અને ૬૨૧.૨ પોઈંટ મેળવીને અનુક્રમે ૩૨માં અને ૩૪માં સ્થાને રહ્યા હતા. ભારતની અપુર્વી ચંડેલા, મેહુલી ઘોષ અને અંજુમ મુદગીલની ટીમ ૧૦ મીટર એર રાઈફલમાં ભાગ લેશે.જે ઓલમ્પિકની ૧૦ ઈવેંટમાની એક છે. શુટિંગમાં દર વર્ષે ૪ વર્લ્ડ કપ રમાતાં હોય છે. ભારતે ગત વર્લ્ડ કપમાં પણ શાનદાર દેખાવ કરતાં ટોચનું સ્થાન મેળવ્યુ હતું. પૂર્વ નંબર ૧ ખેલાડી હીના સિધુ અને મનુ ભાકેર પણ ત્રણ ઈવેન્ટમાં ભાગ લેશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.