Abtak Media Google News

જીએસપીસી, બીપીસીએલ સહિતની કંપનીઓ હરીફાઈમાં  સામેલ

ગુજરાતમાં ઘેર-ઘેર ગેસ પહોંચાડવા કંપનીઓ વચ્ચે જાણે હરિફાઈ જામી છે, ગુજરાતની અડધા ડઝન કરતા પણ વધુ કંપનીઓએ ૯૯ ગેસ લાઈન્સની માંગણી કરી છે. જેમાંથી પેટ્રોલીયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડે ૪૦૬ ઓફરમાંથી ૨૫ ટકાને મંજૂરી આપી છે. આ અરજીઓમાં નેચરલ ગેસ (પીએનજી)ની પાઈપ લાઈન નેચરલ ગેસને ૮૬ જેટલા શહેરોમાં જોડવાની અદાણી ગેસ અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનને મંજૂરી મળી છે.

ગુજરાતની એજીએલએ ૩૨ શહેરોમાં ઘેર-ઘેર ગેસ જોડાણ આપવાની તેમજ ૨૦ આઈઓસીના સહયોગી કુલ ૫૨ શહેરોમાં ગેસ પહોચાડશે. ટોરેન્ટ ગ્રુપ કંપની દ્વારા ૩૧ અને ગુજરાત ગેસ લીમીટેડ દ્વારા અને ૨૧ શહેરોને આ પ્રોજેકટમાં આવરી લેવામાં આવશે.

જયારે કેડીલા ફાર્માસ્યુટીકલ લીમીટેડ કંપનીની ઓઈઆરએમ એનર્જી પ્રાઈવેટ લીમીટેડ દ્વારા ૯ શહેરોની માંગ કરાઈ છે તેની સાથે જીએસપીસી અને બીપીસીએલ પણ ૬ અંતરીયાળ શહેરો માટે માંગણી કરી છે.

ઈન્ડસ્ટ્રીયલ એકસપર્ટના જણાવ્યા પ્રમાણે ગુજરાત ગેસ કંપની જેમ કે જીજીએલ, એજીએલ અને સાબરમતી ગેસ દ્વારા શહેરોના ગેસ પહોંચાડવાનું કામ કર્યું છે અને તેને આ અંગેનો અનુભવ છે. આ બધી જ કંપનીઓ દ્વારા નેચરલ ગેસ જુદા જુદા શહેરોમાં સપ્લાય કરવામાં આવશે. જેમાં ગુજરાત તેમજ અન્ય રાજયને પણ આવરી લેવામાં આવશે. જો કે આ બધી કંપનીઓ ગુજરાત રાજયની અંડરમાં જ કામ કરશે.

૧૪ રાજયના ૮ શહેરોમાં ગુજરાતની આ કંપનીએ ૯માં રાઉન્ડમાં બોલી લગાવી રહી છે. હાલ ૨૩ જેયલા સીડીસી નેટવર્ક અને જીએલ નેટવર્કમાં ૮ જેટલા શહેરો તેમજ એજીએલ દ્વારા સાત જુદા જુદા વિસ્તારોને સાંકળી લેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પીએજીઆરબીના ચીફ ડી.કે.શરીફે જણાવ્યું કે, ગુજરાતની કેટલીક કંપનીઓએ તેમનો વિસ્તાર વધારવા ગેસ લાયસન્સની માગ કરી છે કે, આઈઓસીએ એજીએલ સો હા મિલાવીને ૩૪ શહેરોમાં ગેસ વિતરણનું કામ સંભાળી લીધું છે. ભારત પેટ્રોલીયમ કોર્પો. લીમીટેડ, ભારત ગેસ રિસોર્સ લી. દ્વારા ૫૩ શહેરોને તેમજ ગીલ (જીએઆઈએલ) દ્વારા ૩૪ શહેરોને આવરી લેવાનું લક્ષ્યાંક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.