Abtak Media Google News

બજરંગભૂમિ સ્પોર્ટ યુવા ગ્રુપ દ્વારા કબડી સ્પર્ધામાં યુવાનોએ કરતબો બતાવ્યા

લાઠી તાલુકાના છભાડીયાના પ્રાથમિક શાળાના શિક્ષકનું નાવીન્ય આયોજન જૂની રમતોને પ્રોત્સાહિત કરી ઉત્સાહ  પૂર્વક યુવાનો તરૂણોમાં અનેરું આકર્ષણ ઉભું કરાયું પહેલું  સુખ તે જાતે નર્યાં.

આજના આ આધુનિક અને મોબાઇલ યુગમાં બાળકોથી માંડીને અબાલવ્રુધ્ધ સહિત તમામ લોકો ઇન્ટરનેટ ગેમ જ રમે છે, જેના કારણે લોકો નિત નવા રોગથી પીડાય છે. આથી જ આ તમામ રોગનું નિવારણ કે રામબાણ એક જ છે તે છે આપણી દેશી અને રાષ્ટ્રીય રમત.તેથી જ  તો લાઠી તાલુકાના છભાડિયા ગામના બજરંગભૂમિ સ્પોર્ટ યુવા ગ્રુપ દ્બારા કબડ્ડી વલ્ર્ડકપનું આયોજન કરવામાં આવેલું છે.તેમા લાઠી, દામનગર, ઢસા, અમરેલી, કણકોટ, છભાડિયા વગેરે ગામની ટીમો અંડર ૧૪/૧૭  અને ઓપન ગ્રુપમા ભાગ લીધેલ છે.તેમજ આ કબડ્ડી ટુર્નામેન્ટ આયોજકશ્રી મુકેશભાઈ માંડવીયા, ઉનાવા અતુલ અને સુજીત ડબસરા છે જે ખરેખર અંગત રસ લઈ આ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે.

Img 20181110 Wa0013

આ ઉપરાંત આજ ગામના પનોતા પુત્ર અને ગામનું ગૌરવ એવા શ્રીસુનીલભાઈ સરલીયા અને શ્રીઅંકિતભાઈ સરલીયા જે આપણી સેનામાં શૌર્ય ભર્યા કાર્ય કરી દેશનું રક્ષણ કરે છે, એવા આ બંને ભાઈઓ પોતાની માતૃભૂમિ નું ઋણ  ઉતારવા માટે આ  આયોજનના દાતા છે.

તેમજ સાથે રહીને માર્ગદર્શન પણ આપે છે. આવી જૂની રમતો અંગે રસ ઋષિ જાગે યુવાનો તરુણો માં આવી રમતો પ્રત્યે આકર્ષણ ઉભું થાય તે માટે શિક્ષક અલ્પેશભાઈ ડોડીયા સહિત સ્થાનિક અગ્રણી ઓ નું સુંદર સહકાર પણ મળી રહ્યો છે રાષ્ટ્રીય સુરક્ષા માં જોડાય દેશ ની સુરક્ષા કરે તેવા કસાયેલા કરતબો ધરાવતી રમતો શરૂ કરી ખૂબ સરાહનીય કાર્ય કરતા લાઠી તાલુકા ના છભાડીયા યુવાનો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.