ફોર્ચ્યુન પાર્ક ખાતે સોમવારે ટીમ ઈન્ડિયાનું આગમન

153

વિરાટ કોહલી માટે ખાસ તેમના રૂમમાં ૪૦ એમઈપીએસ સ્પીડનું ઈન્ટરનેટ કનેકશન

ટીમ ઈન્ડિયાને દેશી ભોજન પીરસવા દિલ્હી આઈટીસી ફોર્ચ્યુન ટીમ રાજકોટ માં

રાજકોટ ખાતે આવેલી આઈટીસી ફોચ્યુન પાર્ક ખાતે ટીમ ઈન્ડિયા તા.1લી ઓકટોબરએ આવી રહી છે. વેસ્ટઈન્ડિસની ટીમ સામે ટેસ્ટ મેચ રમવા, જેને લઈ ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓ માટે કયા પ્રકારની સુવિધા આપવામાં આવશે તે વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, ખેલાડીઓને મનપસંદ ભાવતું ભોજન તેઓને પીરસવામાં આવશે.

જેને લઈ ફોચ્યુન હોટલના સેલ્સ અને માર્કેટીંગ મેનેજર ઉર્વેશ પૂરોહિત એ બતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે ટીમ ઈન્ડિયા જયારે રાજકોટની ફોર્ચ્યુન હોટલ ખાતે ઉતરે છે, તો તે ગર્વની વાત છે. લાસ્ટ પર પણ ટીમ ઈન્ડિયા અહિંજ ઉતરી હતી, આ વખતે ટીમ ઈન્ડિયા ૧લી ઓકટોબરે આવે છે. તો તેના માટે એન્ટ્રીથી લઈ તેમના રૂમ સુધી ડેકોરેટ કરવાનું છે જે ક્રિકેટ થીમ ઉપર આધારીત રહેશે. જેમકે ટીમને જયારે વેલ્કમ કરવામાં આવશે. તો તેઓને આરતી, ટીકા, વેલ્કમ ડ્રિંક, ફલાવર સાવરીંગ પણ કરવામાં આવશે. ખેલાડીઓનાં ચોઈસ ઓફ સ્ટાર્ટર પણ રહેશે જયારે ખેલાડીઓ તેમના મમાં જશે, તો તેમના બેડને તેમના ફોટોગ્રાફથી ડેકોરેટ કરવામાં આવ્યા છે. ખાસ વાત કરીએ તો વિરાટ કોહલીનાં ફોટોગ્રાફ સાથે તેમનો રૂમ ડેકોરેટ કરવામાં આવ્યો છે.

વિરાટ કોહલીના રૂમની ફેસીલીટીની વાત કરીએ તો તેમનો ડાઈનીંગ રૂમ સ્પેરેટ કરેલો છે, કોન્ફરંસ માટે રૂમ અલગ કરાયો છે. જકુઝી બાથટબ, સાથોસાથ ૪૦ એમબીપીએસની સ્પીડ સાથે ઈન્ટરનેટ પણ આપ્યું છે. બાકીનાં પ્લેયર્સ માટે વિવિધ રૂમ બુક કર્યો છે. જેમકે ટીમ રૂમ સ્પેશ્યલ ડેકોરેટ કર્યો છે, જેમાં તેઓ ઈનહાઉસ ગેઈમ્સ રમી શકે, તથા નવરાશની પળોમાં તેઓ મનમૂકીને વાતચીત કરી શકે. વધુમાં ખેલાડીઓનાં જમવાની વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતુ કે, ટીમ ઈન્ડિયાને ફૂડ સર્વ કરવા માટે ફોર્ચ્યુન હોટલ અવલ નંબર પર છે.

સ્પેશ્યલ દિલ્હી આઈટીસીથી સ્ટાફ બોલાવેલો છે. જે તેમને હોસ્પિટાલીટી પ્રોવાઈડ કરી શકશે. દેશી જમવાનું ખેલાડીઓને કઈ રીતે આપી શકી તે વિશે પણ અનેક પ્લાન કરવામાં આવ્યા છે.નવરાત્રી આવી રહી છે. જેને અનુલક્ષી પ્લાનીંગ કરી રહ્યા છીએ ટીમ મેનેજમેન્ટ સાથે અને જો માંગણી સ્વીકારવામાં આવશે તો ટીમ રૂમમાં ખાસ આયોજન કરવામાં આવશે. ખેલાડીઓ માટે સ્પેશિયલ મગ ડિઝાઈન કરવામાં આવ્યા છે.જેમાં તેઓ ચા કોફી પોતાના ફોટો વાળલા મગમાં પી શકશે જેથી તેમને ખૂબજ સારી અનૂભૂતી થાય.

જયારે સેફ અમિતસિંહએ અબતક સાથે વાતચીતમાં જણાવ્યું હતુ કે, બીજી વખત અમે ટીમ ઈન્ડિયાને સર્વ કરી રહ્યા છીએ જયારે તેઓ ટેસ્ટ મેચ રમવા આવી રહી છે. વધુમાં આ વખતે તેમના મેનુમાં ગુજરાતી જમવાનું ઉમેર્યું છે. અને સાથોસાથ હેલ્થ ડાઈટસ પણ ઉમેર્યા છે. કાઠીયાવાડી સ્પેશ્યલ પણ ખેલાડીઓને જમાડવામાં આવશે. ઢોકળા, ખમણ, ગાંઠિયા જે રાજકોટની સ્પેશ્યલ આઈટમો છે. તે ખેલાડીઓને પીરસાશે ખેલાડીઓના સ્વાસ્થ્યને ધ્યાને લઈ ફ્રેશ જયૂસ, સીડસ, સીરીયલસ, ખજૂર જેવી વસ્તુઓ આપવામાં આવશે, જેથી તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે, તથા તમામ ખેલાડીઓને શું ભાવે છે તે વાનગી પણ તેમને પીરસાશે જેમકે ઢોસા, કોહલીની વાત કરીએ તો તે ખૂબ હેલ્થ ઓરીએન્ટેડ છે, જેથી તેઓ ફ્રેશ જયુસ લેમન સાથે સર્વ કરવામાં આવશે.

Loading...