Abtak Media Google News

યુવરાજસિંહની વાપસી: ૪ જુને ભારત પાકિસ્તાન સામે ટકરાશે

૧લી જુનથી ઈંગ્લેન્ડમાં શ‚ થનારી ચેમ્પીયન ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ચેમ્પીયન ટ્રોફીમાં ગુજરાતના રવિન્દ્ર જાડેજા સિવાય હાર્દિક પંડયા તેમજ જશપ્રીત બુમરાહનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચેમ્પીયન ટ્રોફી માટે ભારતના ૧૫ નામ આઈસીસીને મોકલવાની અંતિમ તારીખ ૨૫ એપ્રિલ હતી. ભારતને છોડી અન્ય સાત દેશ પોતાની ટીમની યાદી આઈસીસીને મોકલી ચૂકયા છે. ૧લી જુનથી ઈંગ્લેન્ડમાં શ‚ થનારી આઈસીસીની બીજી મોટી ટુર્નામેન્ટ ચેમ્પીયન ટ્રોફીમાં ભારતનો પ્રથમ મુકાબલો ૪ જુને પાકિસ્તાને સામે થશે.

Yuvrajsinghભારતીય ટીમમાં વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ શિખર ધવન, રોહિત શર્મા, યુવરાજસિંગ, અજિંકય રહાણે, મનીષ પાંડે, કેદાર જાદવ, મહેન્દ્રસિંહ ધોની, હાર્દિક પંડયા, રવિન્દ્ર જાડેજા, આર.અશ્ર્વિન, ભુનેશ્ર્વર કુમાર, ઉમેશ યાદવ, જશપ્રીત બુમરાહ, મોહમ્મદ સમીનો સમાવેશ થયો છે. ૧લી જુનથી શ‚ થનારી ચેમ્પીયન ટ્રોફી માટે ભારતે ૨૫ એપ્રિલ સુધીમાં ટીમની જાહેરાત કરવાની હતી પરંતુ બીસીસીઆઈ અને આઈસીસી વચ્ચેના વિવાદના કારણે ટીમની પસંદગી થઈ શકી ન હતી. ચેમ્પીયન ટ્રોફીની જાહેરાત પહેલા બીસીસીઆઈની પસંદગી કમિટી મુંજવણમાં હતી કે ટીમનો સમાવેશ કરવો.

ચેમ્પીયન ટ્રોફીમાં ગુજરાતના બે ખેલાડીઓ હાર્દિક પંડયા અને જશપ્રીત બુમરાહનો સમાવેશ થયો છે.

આ બંને ખેલાડી મુંબઈ ઈન્ડીયન્સ તરફથી આઈપીએલમાં રમી રહ્યા છે. ભારત-પાકિસ્તાન વચ્ચેના પ્રથમ મેચ બાદ ૮મી જુને ભારત શ્રીલંકા સામે અને ૧૧મી જુને આફ્રિકા સામે ટકરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.