Abtak Media Google News

નિદાહાસ ટ્રોફીના પ્રથમ મેચમાં શ્રીલંકા સાથે મળેલી હારમાંથી શીખ મેળવીને બીજા મુકાબલામાં ભારતે શ્રીલંકાને ૬ વિકેટે હરાવ્યું. વરસાદના વિઘ્ન વચ્ચે શ‚આતથી જ મેચને ૧૯ ઓવર પ્રતિ સાઈડ રમાડવાનું નકકી કરવામાં આવ્યું હતું. રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું નકકી કર્યું હતું. શ્રીલંકાની શ‚આત પ્રથમ ૨ ઓવરમાં ઘણી જ આક્રમક રહી હતી. શ્રીલંકાએ પ્રથમ બે ઓવરમાં જ ૨૫ રન વિના વિકેટે કરી લીધા હતા પરંતુ ત્યારબાદ ભારતીય બોલરોએ કમબેક કરતા ૩૪ રનમાં શ્રીલંકાની બે વિકેટ લઈ હતી. ત્યારબાદ ભારતીય બોલરોએ લાઈન અને લેન્વ જાળવીને બોલિંગ કરતા શ્રીલંકાની ટીમને એક મોટો ટોટલ કરતા અટકાવ્યા હતા. શાર્દુલ ઠાકુર જેણે પ્રથમ મેચમાં પ્રથમ ઓવરમાં જ ૨૭ રન આપ્યા હતા તેમણે આ મેચમાં ૪ ઓવરમાં ૨૭ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે ફરીથી સાતત્યપૂર્ણ બોલિંગ કરતા ૪ ઓવરમાં ૨૧ રન આપી ૨ વિકેટ ઝડપી હતી. શ્રીલંકાએ નિર્ધારિત ૧૯ ઓવરમાં ૯ વિકેટે ૧૫૨ રનનો સ્કોર કર્યો હતો. શ્રીલંકા તરફી કુશાલ મેન્ડિર્સ સર્વાધિક ૫૫ રન કર્યા હતા. ૧૫૩ રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતની શ‚આત ઘણી નબળી રહી હતી. માત્ર ૨૨ રનમાં ભારતે બંને ઓપનિંગ બેટસમેનોની વિકેટ ગુમાવી હતી પરંતુ ત્યારબાદ આવેલા સુરેશ રૈનાએ ૧૫ બોલમાં ૨૭, મનિષ પાંડેએ ૩૧ બોલમાં ૪૨ અને દિનેશ કાર્તિકે ૨૫ બોલમાં ૩૯ રન કર્યા હતા. ભારતે ૮૫ રનમાં ૪ વિકેટ ગુમાવ્યા બાદ મનિષ પાંડે અને દિનેશ કાર્તિક વચ્ચે એક મહત્વની ભાગીદારી કે જે વિજયી ભાગીદારી પુરવાર થઈ. બંને વચ્ચે ૬૮ રનની ભાગીદારી નોંધાવામાં આવી. ભારતે ૧૫૩ રનનો ટાર્ગેટ ૧૭.૩ ઓવરમાં ૨ વિકેટના નુકસાન પર પાર પાડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.