Abtak Media Google News

જીનિયસ સંવાદ અંતર્ગત ‘શિક્ષક સમાજનો સુત્રધાર’ વિષય ઉપર ઓનલાઈન વકતવ્યનું આયોજન

જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુશન્સ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવા ઉપરાંત વિવિધ વિષયો અને મુદાઓની ચર્ચા અને વાર્તાલાપ માટે દેશભરમાંથી વિષય નિષ્ણાંતોને ઓનલાઈન જીનિયસ સંવાદ શ્રેણીમાં આમંત્રિત કરવામાં આવે છે. જેમાં આગામી રવિવારને તા.૧૯ જુલાઈ ૨૦૨૦નાં રોજ સવારે ૧૧:૦૦ કલાકે સૌરાષ્ટ્રનાં લોકલાડીલા હાસ્ય કલાકાર, શિક્ષણવિદ, કવિ અને સાહિત્યકાર સાંઈરામ દવે ‘શિક્ષક સમાજનો સુત્રધાર’ વિષય અંતર્ગત શિક્ષકની સમાજ ઘડતરમાં ભૂમિકા વિશે વાર્તાલાપ કરશે. આ ચર્ચા અને માર્ગદશનનો લાભ સર્વ જનતાને નિ:શુલ્ક મળી રહે તે માટે સંસ્થાની યુ-ટયુબ ચેનલ અને ફેસબુક પેઈજના માધ્યમથી લાઈવ પ્રસારીત કરવામાં આવશે.

આ સંવાદ શ્રેણીમાં ભાગ લેવા જીનિયસ કનેકટ યુ-ટયુબ ચેનલ અથવા તો જીનિયસ ઈંગ્લીશ મીડિયમ સ્કુલ કે જય ઈન્ટરનેશનલ સ્કુલના ફેસબુક પેઈજ પર રવિવારને ૧૯ જુલાઈના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જોડાઈ શકાશે. સંસ્થાના ચેરમેન ડી.વી.મહેતા વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને જનતાને આ સંવાદમાં જોડાવા અને તેનો લાભ લેવા માટે આમંત્રિત કરે છે. આ ઓનલાઈન સેશનના સફળ આયોજન માટે સંસ્થાના ચેરમેન ડી.વી.મહેતા અને સીઈઓ ડિમ્પલબેન મહેતાના માર્ગદર્શનમાં એડમિનિસ્ટ્રેટીવ અને આઈટી હેડ પ્રમોદ જેઠવા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.