Abtak Media Google News

કાર્ટુન: યે દિલ માંગે મોર!!

 

ચિત્રોમાંથી કલ્પનાના રંગો સાથે કુદરતને નિરખતો માનવી ચિત્ર દ્વારા સંદેશાને કટાક્ષમય જોડતો ગયોને કાર્ટુનની દુનિયા શરૂ થઇ ગઇ, માનવી પ્રાચિન કાળથી ચિત્રો સાથે જોડાયેલો છે

પ્રાચિન કાળનો ઇતિહાસ જોવો તો પણ ચિત્ર પશુ-પંખીઓનાં ચિત્રો જોવા મળે છે. ચિત્રો સાથે માનવજીવન આદિકાળથી જોડાયેલું છે. ચિત્રકળા જેવી વિવિધ કળા વગર માનવનું જીવવું લગભગ અશકય છે. રેખાઓ દ્વરા રચાતા એક ચોકકસ આકારો બાદ ધીમે ધીમે તેમાં પ્રગતિ થઇને ‘કલા’કે આર્ટસ શિક્ષણમાં આવી ગયું. જીવન પાત્ર ગાયન, વાદન સાથે ચિત્રકલા એક અનેરો નિજાનંદ આપે છે.

ચિત્રોમાંથી કલ્પનાના રંગો સાથે કુદરતને નિરખતો માનવી ચિત્ર દ્વારા સંદેશાને કટાક્ષ પણ જોડતો ગયોને કાર્ટુનની દુનિયા શરૂ થઇ ગઇ. આજથી 1પ0 કે બસો વર્ષ પહેલા માનવીના અસલ ચહેરાને સહેજ જાુદી જ અભિવ્યકિત કે કલાના સમન્વયથી આકાર પામ્યા લાઇન વર્કના કાર્ટુન આ કલાનો બહુ ઝડપી વિકાસ વિશ્ર્વભરમાં થયોને આજે તો ર1મી સદીએ એક કાર્ટુન જોઇએ તો આપણું દિલ જ બોલી ઉઠે ‘વન મોર, યે દિલ માંગે મોર !!’ ફકત નાનકડું ચિત્ર ઘણી વાત કહી જાય તેમ એક કાર્ટુન પણ સમાજના પ્રશ્ર્નો વાચાને આપી જાય છે.

Images

કાર્ટુનમાં લખાયેલા નાનકડા વાકયો થકી સરકાર ભીષમાં આવી જાય તેવું પણ બની શકે. સમાજમાં જીવતો માનવી સમાજના પ્રશ્ર્નોને વાચા  આપીને એક કલાકાર જયારે સમાજની ચિંતા અને ચિંતન પોતાના કાર્ટુન દ્વારા વર્ણવે છે. ઘણીવાર તો શબ્દ વગરના ફકત રેખાંકન કાર્ટુન બહુ જ મોટી વાત કરી જાય છે, કાર્ટુનિસ્ટનું એક ખુણે નામ કે અક્ષર કે કોઇ ટીપીકલ માણસ સતત કાર્ટુનમાં નજરે પડે છે.

19મી ર0મી અને ર1મી સદી આ ત્રણ સદી કાર્ટુન કે વ્યંગ ચિત્ર કે કટાક્ષ મય ચિત્રોનો ખરો વિકાસ તો છેલ્લા 80 વર્ષમાં થયો છે. આજે ડીઝીટલ બોર્ડના સથવારે કાર્ટુનિષ્ટ પળવારમાં કાર્ટુન તૈયાર કરી નાંખે છે.

1

અખબારોમાં એક ખુણે નિયમિત કોઇ ચોકકસ જગ્યાએ છપાતાં કાર્ટુન થકી ઘણા પ્રશ્ર્નોનો અંત આવી પણ ગયો હતો. કલાકાર દ્વારા કલાથી લોકપ્રશ્ર્નોની વાત રજુ કરવાની કાર્ટુનિસ્ટ કલા ખુબ જ નિહાળી હોય છે. કાર્ટુનમાં અસલ ચિત્ર જેવી સામ્યતા આજના કાર્ટુનિસ્ટ લાવતાં આ કલાની બોલબાલ થઇ છે, આજે તો ચિત્રકલાના કલાકારો, કાર્ટુનો દોરીને સારી આમદાની રળી પણ છે. તો કેટલાકં વ્યંગત્મક કાર્ટુનને કારણે તેની પર કેસ થયાના દાખલાઓ પણ જોવા મળે છે. પત્રકારની કલમ જેટલી જ તાકાન એક કાર્ટુનિષ્ટની છે. લેખ-સ્ટોરી વંચાય કે ન વંચાય પણ કાર્ટુન પર તો દરેક વાંચકની નઝર પડે જ છે.

હવે તો ટીવી ચેનલ યુગમાં વ્યંગાત્મક કાર્ટુન સાથે ફિટ બેસતું ગીત જોડીને ચાલતા કાર્ટુનનો યુગ આવી ગયો છે. પ્રીન્ટ મિડીયાની સાથે ઇલેકટ્રોનિક મિડીયામાં પણ આ ડિઝીટલ આર્ટ એન્ટર થઇ ગયું છે. આપણા દેશના આર.કે. લક્ષ્મણ જેવા મહાન કાર્ટુનિષ્ટ ના પગલે ઘણા કાર્ટુનિષ્ટો આજે ભારતમાં કાર્યરત છે.

લોકલ સમસ્યાથી લઇને શહેર-જીલ્લા કે રાજય સાથે રાષ્ટ્રીય સમસ્યા ઉપર અને તહેવારો અનુસાંગીક વાતો રજુ કરતાં કાર્ટુનો આજે ખુબ જ  પ્રચલિત થયા છે.

મેગેઝીનોમાં એક આખું પેઇજ ફાળવીને તેની મહત્તા વધારી છે ત્યારે આજકાલ ભાગ દોડ વાળી જીંદગી જીવતો મઘ્યમ વર્ગનો માનવી એક નાનકડા કાર્ટુન જોઇને હાસ્ય કરતો જોવા મળે છે ત્યારે એ કાર્ટુનિષ્ટને એક સલામ કરવી પડે જ!!

કાર્ટુન આપણાં જીવનનું અભિન્ન અંગ છે. સારો કાર્ટુનિષ્ટ તેના વ્યંગચિત્ર દ્વારા ઘણી મોટી વાત કરી જતો હોય છે.

છેલ્લે છેલ્લે……..

આપણે ઘણાંને જોઇને ‘કાર્ટુન જેવો છે તેમ કહીએ છીએ’ પણ વાસ્તવમાં અસલ અસલ જીંદગીમાં પડતી મુશ્કેલીની સચ્ચાઇ એટલે જ આ કાર્ટુન….!!

બાળકોના ફેવરિટ ‘ટોમ એન્ડ જેરી’ કાર્ટુન

80 અને 90 ના દાયકામાં જન્મેલ બાળકોના ફેવરિટ કાર્ટુન ટોમ એન્ડ જેરી અને પોપાઇ હતા. ઇતિહાસના સૌથી મોટા કાર્ટુન કેરેકટરમાંથી શ્રેષ્ઠ નામના મેળવનાર એનિમેટર જીન ડાયચ હતા. તેમણે ટોમ-જેરીની કાર્ટુન શ્રેણી બનાવી હતી. તેમના કાર્ટુન નાના-મોટા સૌને પ્રિય રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.