Abtak Media Google News

તમામ ચેક પોસ્ટ પર પોલીસ સ્ટાફને ચા-પાણી પીવડાવી ઉમદા કાર્ય કર્યું

જામનગર શહેરમાં જામનગર ‘અબતક’ના પરિવાર દ્વારા સમગ્ર શહેરમાં બંદોબસ્તમાં રહેલા પોલીસ સ્ટાફ માટે ચા પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. શહેરના તમામ પોલીસ સ્ટેશન, ચેક પોઇન્ટ પર લોકોની સુરક્ષા માટે કાર્યરત પોલીસ સ્ટાફને ગઇકાલ બપોરે ૩ કલાકથી રાત્રીના ૯.૩૦ કલાક સુધી ચા-પાણીની વ્યવસ્થા કરી ઉમદા કાર્ય કર્યુ હતું.

Dsc 0017

હાલ કોરોનાની મહામારી વચ્ચે આમ જનતાને પણ પાણી પુરતુ મળી શકતુ નથી. આવા સમયે જામનગર ‘અબતક’ના પરિવારે પોલીસ સ્ટાફને ગઇકાલે બપોરથી મોડી રાત્રી સુધી ચા-પાણી પીવડાવી માનવતાવાદી કાર્ય કર્યુ હતું. આ કાર્યમાં ‘અબતક’ જામનગર બ્યુરો ઓસિફના દિપકભાઇ જોગીયા, હિરેનભાઇ દોશી તથા દિશાંતભાઇ પાટલીયા જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.