Abtak Media Google News

કોરોના સામે વાણિજય સંસ્થાના તકેદારીના પગલા દરેક જગ્યાએ ફોગિંગ કરવા સાથે રખાય છે સ્વચ્છતા

કોરોના વાયરસ વૈશ્ર્વિક સમસ્યા બની ગઇ છે. ત્યારે રાજય સરકાર દ્વારા કોરોના વાયરસ વધુ પ્રસરે નહીં તે માટે તકેદારી રૂપે પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે આ ચેપી વાયરસમાં ભયમાં રહેવાને બદલે કેટલીક સાવચેતી રાખવાથી કોરોના વાયરસનો ચેપ લાગતો ન હોવાનું ટી વિલા કાફેના ઓનર મેહુલભાઇ મકવાણાએ ‘અબતક’ની ટીમને જણાવ્યું તેમની ટી વિલા કાફેમાં સ્ટાફ અને ગ્રાહક માટે અગમચેતી સાથે તકેદારી રાખવામાં આવતી હોવાનું જણાવ્યું હતું.

Vlcsnap 2020 03 16 20H04M08S085

Vlcsnap 2020 03 16 20H04M52S680

રાજકોટના ટી વિલા કાફે ખાતે વાય, આઇ, માસુમ અને વાય, આઇ રાજકોટ સંસ્થા દ્વારા કોરોના વાયરસ જાગૃતા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ટી વિલા કાફેમાં દરરોજ નિયમીત રીતે તેમના સ્ટાફ દ્વારા કાફેની દરેક જગ્યાના ફોગીંગ, રસોડાની સંપૂર્ણ પણે સફાઇ તેમજ બેઠક વ્યવસ્થામાં પણ સંપૂર્ણ સફાઇ. કેગનનું પાણી આર.સી.નું પાણી સર્વ કરવાનું, રસોઇ કરતી વખતે ચોખ્ખાઇ રાખવી, દરેક સ્ટાફને એન ૯૫ માસ્ક અને મોજા ફરજીયાત પહેરવાના કાફેની નાની મોટી દરેક જગ્યા પર સંપૂર્ણ પણે સફાઇ કરવાતી કોરોના વાયરસની જાગૃતતા ફેલાવવા માટે કાફેના દરેક ટેબલ અને બુથ પર તેની સમજણ આપવામાં આવે છે.

2.Tuesday 2 1

Vlcsnap 2020 03 16 20H06M04S099

દરેક સ્ટાફ તેમજ આવેલા ગ્રાહકો માટે ફરજીયાત સેનેટાઇઝરનો ઉપયોગ કરવો ફરજીયાત છે. તમારા પરિવારને કોરોના વાયરસ સામેની તમામ સાવચેતીઓ આપવી જરૂરી છે. તેવી હિલા અને ટિ વિલા કાફેની સલાહ છે.  આજે કોરોનાએ વૈશ્ર્વીક ભયજનક સમસ્યા બની ગયા છે ત્યારે લોકોએ તેના ભયમાં રહેવા કરતા તેનાથી કઇ રીતે સાવચેત થયું સજાગ બનવું. એ કરવું મહત્વનું છે. ત્યારે અમે અમારા ટિ વિલા કાફેમાં અમારા તમામ સ્ટાફ ને કોરોના વાયરસની સાવચેતી કઇ રાખવી તેના વિશે માહિતગાર કર્યા અને તમામ સ્ટાફને સ્વચ્છતા થી લઇ કઇ વસ્તુઓ પહેરી અને સર્વીસ આપવી તેમજ સર્વીસ આપ્યા બાદ આવેલા ગ્રાહકોને પણ સમજાવાતા કે કઇ રીતે સાવચેતીઓ રાખવી. અમારા કાફ.માં દરેક  સ્ટાફ એન્ટ્રી પર હોય કે અંદર કિચનમાં હોય અથવા કાફેમાં કોઇપણ જગ્યાએ સર્વીસમાં હોય તે બધા માસ્ક પહેરી રાખે છે. હાથમાં મોજા પહેરીને સવ કરે છે. અને ખાસ સેનેટાઇસરનો મહત્વનો ઉપયોગ કરે છે ત્યારે ગ્રાહક ટેબલ પરથી ઉભા થઇ જતા રહે છે ત્યારે ટેબલને તરત જ એકદ સાફ કરી નાખવામાં આવે છે. ખાસ તો આ ઝુંબેશ મેં મારા સ્ટાફ માટે કરી છે. આજે અહિં જેટલા પણ લોકો કામ કરી રહ્યા છે. તેની સંપૂર્ણ જવાબદારી મારી છે. હું તેમના ગારકીયન તરીકેની પણ ભૂમિકામાં છુ તો પહેલા મારા સ્ટાફને સલામતી મારા માટે જરુરી છે. અને આવનારા દિવસોમાં અમે મોટી સ્ક્રીન પર કોરોના વાયરસના સિસ્ટઠમ તેમજ કઇ રીતે તેની સાવચેતીઓ રાખવી એ વિડીઓ દ્વારા બતાવશું જે અહિં આવતા અમારા ગ્રાહકો માટે સમજણ આપતુ કાર્ય થશે અને અન્ય લોકો સુધી આ સંદેશો પહોચશે કે કોરોનાથી કઇ રીતે સાવચેતીઓ રાખવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.