Abtak Media Google News

સેવાભાવી સંસ્થાઓને ટી વિલા કાફેી ફૂડપેકેટ લઇ જવા માલિક મેહુલભાઇ મકવાણાની અપીલ

ટ્રાફિક બ્રાંચનાં પી.આઈ એસ.એન.ગડુએ ટી વિલા કાફેમાંથી ફુડ પેકેટ મેળવી કર્યું વિતરણ

સમગ્ર વિશ્ર્વ કોરોનાની મહામારીથી ફફડી રહ્યો છે. અને ઉકેલ શોધી રહ્યા છે. ત્યારે કોરોના એક-બીજાના સંપર્કમાં આવવાના કારણે ચેપ વધુ પસરતો હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા ૨૧ દિવસ લોક ડાઉન કરતુ જાહેરનામું પસિધ્ધ કરતા કેટલાય શ્રમજીવીઓ એક સાથે બેકાર બની જતા તેઓને જમવાની સમસ્યા મોટી બનતા ટી વિલા કાફેના ઓનર મેહુલભાઇ મકવાણા શ્રમજીવીઓની વહારે આવી દરરોજ બપોરે અને સાંજે બે-બે હજાર શ્રમજીવીઓની જઠરાગ્ની ઠારવાનું ભગીર કાર્ય હાથ ધરી રાત દિવસ જોયા વિના પોતે અને સ્ટાફને સેવાકીય પ્રવૃતિ શરૂ કરી છે.

Img 20200327 Wa0032

કોરોના વાયરસનો ગુજરાતમાં એક પણ પોઝિટીવ કેસ નોંધાયો ન હતો ત્યારે જ ટી વિલા કાફેમાં અગમચેતી દાખવી તમામ સ્ટાફને માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરાવવાનું શરૂ કરાવી દીધું હતુ અને ટી વિલા કાફે ખાતે આવતા ગ્રાહકોને પણ કોરોના વાયરસ અંગેની જાણકારી મળી રહે તે માટે ટી વિલા કાફે ખાત અલગ અલગ મોટી સ્ક્રીન લગાવવામાં આવી હતી. તેમજ કોરોના વાયરલનો ચેપ ન લાગે તે માટેની તકેદારી રાખવા ચોપાનીયાનું વિતરણ કયુ હતું.

કોરોના વાયરસ પોઝિટીવ કેસ રાજકોટમાં નોંધતાની સાથે રાજય સરકાર દ્વારા લોક ડાઉન જાહેર કરવામાં આવતા કાલાવડ રોડ પર આવેલા ટી વિલા કાફે ખાતે જરૂરીયાત મંદ માટે ફુડ પેકેટ શરૂ કરવાનો મેહુલભાઇ મકવાણાએ નિર્ણય કરી તમામ સ્ટાફને કોરોના વાયરલનો ચેપ ન લાગે તેની પુરી તકેદારી સો ટી વિલા ખાતે જ ફુડ પેકેટ તૈયાર કરી વિતરણ શરૂ કર્યુ હતુ. સરકાર દ્વારા જાહેરનામું અમલમાં રહેશે ત્યાં સુધી ટી વિલા કાફે ખાતે દરરરોજ ચાર હજાર ફુડ પેકેટ તૈયાર કરાવી જરૂરીયાતમંદને મળી રહે તે માટે મેહુલભાઇ મકવાણા પુરતુ ધ્યાન રાખી રહ્યા છે. શ્રમજીવીઓ મોટી સંખ્યામાં પોતાના વતન ભણી દોટ મુકી છે ત્યારે ટ્રાફિક બ્રાન્ચના પી.આઇ. એસ.એન.ગડુએ શ્રમજીવીઓને રાજકોટ છોડતા અટકાવી તેઓને ભોજન મળી રહે તે માટે ટી વિલા કાફેના મેહુલભાઇનો સંપર્ક કરી ફુડ પેકેટનું કાલાવડ રોડ પર વિતરણ કર્યુ હતુ. સેવાભાવી સંસને ફુડ પેકેટની જરૂર હશે તો તેઓને પણ જોઇએ એટલી સંખ્યામાં ફુડ પેકેટ પુરા પાડવા તૈયાર હોવાનું મેહુલભાઇ મકવાણાએ જણાવ્યું હતું. સેવાભાવી સંસ કે ફરજ પરના કોઇ કર્મચારીને ફુડ પેકેટની જરૂર હશે તેઓ પોતાના મોબાઇલ નંબર ૭૮૭૪૩૮૯૫૧૯ પર સંપર્ક કરવા માટે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.